જન્મદીન શુભેચ્છા


                   જન્મદીન શુભેચ્છા

jalaram6

.

.

.

.

.

.

.

.

.

.

.

.                          .જન્મદીન શુભેચ્છા

તાઃ૨૭/૧૦/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિરપુર ગામ થયુ પાવનધામ,જ્યાં જન્મ્યા શ્રી જલારામ
ભક્તિ જ્યોત જીવનમાં પ્રગટાવી,મુખથી બોલે સીતારામ
…………….એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.
કારતકસુદ સાતમે દેહદીધો,માતા રાજબાઇએ વિરપુરમાં
ને પિતા પ્રધાન ઠક્કરે,ઉજ્વળ રાહ દીધી ભક્તિની અપાર
શ્રધ્ધાએ લીધી રાહ જીવનમાં,જ્યાં સૌને અન્નદાન દેવાય
મળીકૃપા પરમાત્માની,જ્યાં વિરબાઇમાતા સંગેમળી જાય
……………એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.
વિરપુરના કહેવાય છે એ વૈરાગી,એવા જલારામ પણ જોગી
વિરબાઇ માના અજબ સંસ્કારે,બની ગયા અન્નદાનનાભોગી
ઉજ્વળરાહ મળી ભોજલરામથી,ઉજ્વળતા ત્યાં પામી લીધી
મળેલ જન્મને સાર્થક કરતા,પ્રેમની  જ્યોત પ્રગટાવી દીધી
……………એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.

****************************************************************
.                     .સંત પુજય શ્રી જલારામબાપાના જન્મદીને હ્યુસ્ટનમાં હીલ્ક્રોફટ પર આવેલ
જલારામ મંદીરમાં શ્રીમતી લક્ષ્મીબેન ઠક્કર તરફથી જન્મજયંતી ઉજવવાનો કાર્યક્રમ
રાખવામાં આવેલ છે.તો આ પ્રસંગમાં હાજરી આપી સંત જલારામ બાપાની કૃપા મેળવશો.
તાઃ૩૦/૧૦/૨૦૧૪   ગુરૂવાર   કાર્તકસુદ સાતમ  દર્શનનો લાભ લેવા અચુક પધારશોજી
5645 Hillcroft St, Houston, TX 77036    (713) 782-1211