સ્નેહની સાંકળ


.                         . સ્નેહની સાંકળ

તાઃ૧૭/૧૦/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણી વર્તન છે સ્નેહની સાંકળ,પાવનકર્મ કરાવી જાય
મળે જીવને પ્રેમનિખાલસ,એજ સુખશાંન્તિ આપી જાય
……………અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.
માનવદેહ એ છે  કૃપા પ્રભુની,જે સમજણથી જ સમજાય
અવનીપરના આગમનમાં,જીવને કર્મબંધન  સ્પર્શી જાય
ભક્તિરાહની નિર્મળ કેડી,શ્રીજલાસાંઇની કૃપાએ મેળવાય
અંતે આવી દર્શન દઈ જાય,એજીવની સાચીભક્તિ કહેવાય
…………….અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.
આધી વ્યાધી આંબે કળીયુગમાં,નાકોઇ જીવથીય છટકાય
દેખાવની ભક્તિ એ કળીયુગી કાતર,અભિમાને મળી જાય
સંકટ આવે દોડી જીવનમાં,અવનીએ કોઇથી ના છટકાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં ભક્તિ શ્રધ્ધાએથાય
…………….અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.

=======================================

Advertisements

નિખાલસપ્રેમ


.                         . નિખાલસપ્રેમ

તાઃ ૧૪/૧૦/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે નિખાલસ  પ્રેમ જીવનમાં,જ્યાં માનવતા સચવાય
ઉજ્વળતાની કેડી મળે કૃપાએ,જ્યાં વડીલને વંદન થાય
.            ……………એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.
સમજી વિચારી જીવન જીવતા,ના આફત કોઇજ અથડાય
મનને શાંન્તિમળે કૃપાએ,જ્યાં શ્રધ્ધાએ સાચીભક્તિ થાય
લાગણી મોહને નેવે મુકતાજ,મળેલ જન્મ સફળ થઈ જાય
મળે જીવનમાં પ્રેમનીકેડી,ત્યાં  નિખાલસજીવન મળી જાય
.          ……………..એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.
સફળતાનો સંગાથ મળે જીવને,જ્યાં શ્રધ્ધાનીકેડી પકડાય
નિર્મળતાના વાદળ વરસતા  જ,શાંન્તિ શાંન્તિ પ્રસરી જાય
મોહમાયા નાવળગે જીવનમાં,જ્યાં નિખાલસપ્રેમ મળીજાય
મુક્તિમાર્ગની આંગળી ચિંધતા,આ માનવજીવન મહેંકી જાય
.        ……………….એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.
==========================================

આવી દિવાળી


Aavi Diwali

.

.

.

.

.

.

.

.

.

.                        .આવી દિવાળી

તાઃ૧૨/૧૦/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી દિવાળી દોડી હ્યુસ્ટન,એ તો પવિત્ર હિન્દુ પ્રેમ કહેવાય
હોળીનો આનંદ માણ્યો,હવે આસોવદ અમાસનીરાહ જોવાય
………….ખાવા મઠીયા સુંવાળીને ધુધરા પ્રેમથી મિત્રને ઘેર જવાય.
પાવનકર્મ એજ પવિત્ર ધર્મ,જ્યાં માનવતા પ્રેમથી પરખાય
મળે સરળપ્રેમને સંગે રાખી,એજ નિર્મળપવિત્ર ધર્મ કહેવાય
પરમાત્માની કૃપા પામવાને,શ્રધ્ધાએ સાચી ભક્તિ કરી જાય
મળે પ્રેમ જલાસાંઇનો જીવને,એજ સાચી રાહ પણ આપીજાય
…………આવો દોડી ખાવા મઠીયા સુંવાળી એજ સાચો પ્રેમ કહેવાય.
માનવજીવનની મહેંક રહે,જ્યાં શ્રધ્ધાએ નિર્મળ પ્રેમ દેવાય
મળે જીવને ઉજ્વળકેડી જીવનમાં,ના મોહમાયા કોઇ દેખાય
આવી પ્રેમ મળે જીવને મિત્રોનો,જે નિખાલસ પ્રેમછે કહેવાય
પવિત્ર તહેવાર માનવીના જીવનમાં,સુખશાંન્તિ આપી જાય
………….ખાવા મઠીયા સુંવાળીને ધુધરા પ્રેમથી મિત્રને ઘેર જવાય.

*****************************************************

જન્મદીનની શુભકામના


brig-poem

 

 

 

 

 

 

 

 

 

.                         .જન્મદીનની  શુભકામના

તાઃ૧૨/૧૦/૨૦૧૪                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની જગે પ્રગટાવી,સંગીતની રાહ પકડી ભઈ
તાલતાલને પકડી ચાલતા,જગતમાં નામના મળી ગઈ
…………એવા બ્રીજભાઇને જન્મદીનની શુભકામના અર્પી જઈ.
ઉજ્વળ જીવનની કેડી લીધી,માબાપની કૃપા પામી ભઇ
લીધો સ્નેહ સંબંધ મિત્રોનો,ત્યાં સફળતાય મળતી  ગઈ
પકડીકેડી સંગીતની જીવનમાં,મા સરસ્વતીનીકૃપા થઈ
એવા પ્રદીપના મિત્ર બ્રીજભાઇને,શુભકામના આપી ભઈ
………….તુમ જીઓ હજારો સાલ,એમ કેક કાપતા બોલાયુ ભઈ.
કલાની ઉજ્વળ કેડી પકડી,નિખાલસ જીવન મેળવે ભઈ
સંગીતના તાલને પકડાવી,જગતમાં સ્ટેજ શોભાવે જઈ
દુનીયામાં નમના મેળવી,આણંદની શાન વધારી ભઈ
આનંદથી દીધી રાહ પ્રેક્ષકોને,એજ તેમનુ માન છે અહીં

…………..એવા બ્રીજભાઇને જન્મદીનની શુભકામના અર્પી જઈ.

===================================================
.                  .અમારા આણંદની શાન એવા શ્રી બ્રીજભાઇ જોષીને તેમના જન્મદીનની યાદ રૂપે
જય જલારામ સહિત આ લખાણ સપ્રેમ ભેંટ.   (જન્મ તારીખ ઑક્ટોબર ૯)
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ (આણંદ) હ્યુસ્ટન.

અંજની સુત


hanuman

.

.

.

.

.

.

.

.

.

.

.

.                           અંજની સુત

તાઃ૧૧/૧૦/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંજનીપુત્ર છે પરમ પવિત્ર,એ બજરંગબલીથીય ઓળખાય
સર્જનહારની આ અજબછે લીલા,સીતારામની સંગેએ જોડાય
.      ………….એવા પવનપુત્ર હનુમાન,અજબ ભક્તિ આપી જાય.
અજબશક્તિ ભક્તિથી મળતા,રાજા રાવણ અભિમાને હરખાય
લંકામાં મેળવીકૃપા શિવજીની,અજબશક્તિશાળી એબનીજાય
મોહમાયાવળગે જ્યાં જીવને,ત્યાં માનવીનીમતિ પણ બદલાય
સીતામાતાનુ હરણ થતાં,શ્રી રામને હનુમાનનો સંગમળી જાય
.      ………….એવા પવનપુત્ર હનુમાન,અજબ ભક્તિ આપી જાય.
અહં અભિમાનને ના આંબે કોઇ,એ માનવીના વર્તનથી દેખાય
પરમાત્માની એ કરામત,રાવણ સીતાજીને મહેલે ઉપાડી જાય
પ્રભુરામની તાકાત બન્યા બજરંગ બલી,લંકામાં પહોંચી જાય
રાવણની તાકાતને આંબીને,અંતે લંકામાં એનું દહન કરી જાય
.     …………..એવા પવનપુત્ર હનુમાન,અજબ ભક્તિ આપી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++

સિધ્ધીનો સંગાથ


.                         .સિધ્ધીનો સંગાથ

તાઃ૧૦/૧૦/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ,જ્યાં મનથી મહેનત થાય
અજબ શક્તિ છે શ્રધ્ધામાં,જે સાચી રાહ જીવને આપી  જાય
.                      ……………….મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.
માનવજીવનની મહેંક અનેરી,સાચી લાયકાતે જ મેળવાય
આધિ વ્યાધી ને આંબી લેવાય,જ્યાં જલાસાંઇની કૃપા થાય
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,જીવનમાં સફળતા મળતી જાય
કરેલ કર્મંની શીતળકેડી,જીવને સિધ્ધીનો સંગાથ આપીજાય
.                 ………………….. મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.
માતા સરસ્વતીની કૃપા એજ,જીવનમાં માનવતા સચવાય
પ્રેમ ભાવથી સંબંધ સાચવે,નિખાલસપ્રેમ સદાય મળી જાય
ઉજ્વળ કોટીનો સંગ રહેતા,પળે પળે સફળતા  આવતી જાય
સૃષ્ટિના સર્જનહારની કૃપાએ,જીવનો જન્મ સફળ થઈ જાય
.                  …………………..મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.

*****************************************************

સંતાનની કેડી


.                           .સંતાનની કેડી

તાઃ૮/૧૦/૨૦૧૪                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે માબાપનો અંતરથી,ને સાથે સંસ્કારનેય સચવાય
આવી મળે ઉજ્વળ કેડી સંતાનને,જલાસાંઇની કૃપા કહેવાય
…………….જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.
અવનીપરના આગમને,બાળકને માબાપનો પ્રેમ મળી જાય
ઉંમરની પકડીઆંગળી ચાલતો જીવ,સમયને એસમજી જાય
વાણી વર્તનને સાચવી લેતાં,વડીલના આશીર્વાદ મળી જાય
ભક્તિની દોર પકડે સંસ્કારથી,જે મમ્મીની કૃપા જ મેળવાય
…………….જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.
જીવને રાહ મળે સાચી પપ્પાથી,જે જીવન ઉજ્વળ કરી જાય
ભણતરના સોપાન સાચવતા,જગતમાં લાયકાત મળીજાય
મારૂતારૂની નામાયા સ્પર્શે,કે નાકોઇ અપેક્ષાય જીવથીરખાય
સંતાનની કેડી ઉજ્વળ બનતા,મળેલ જન્મ સફળ થઈ જાય
……………..જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++