.સુર્ય સ્નાન


.                         .સુર્ય સ્નાન

તાઃ૨૯/૧૨/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

લખુ પ્રભુનુ નામ પ્રેમથી,જીવને ઉજ્વળ રાહે દોરી જાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,પળેપળએ સાચવી જાય
……..જ્યાં કુદરતની અસીમકૃપા,ત્યાંજ સાચી ભક્તિ મળી જાય
મનથી થતુ  સ્મરણ પ્રભુનુ,ને હાથથી કલમ પકડાઇ જાય
દ્રષ્ટિપ્રેમથી લખાણ કરતા,જીવને અનંતશાંન્તિ મળીજાય
સુર્યદેવની અસીમ કૃપાએ,સર્વદેવીઓનો પ્રેમ મળી  જાય
ભાવના પ્રેમના સુર્ય સ્નાનથી,દેહની વ્યાધીઓ ભાગી જાય
……..જ્યાં કુદરતની અસીમકૃપા,ત્યાંજ સાચી ભક્તિ મળી જાય
ૐ નમઃ શિવાય  સોમવારે,ને મગળવારે શ્રી  ગણેશાય નમઃ
બુધવારે ૐ બું બુધાયનમઃ,ને ગુરૂવારે જલાસાંઇ પ્રેમે લખાય
જય અંબે મા શુક્રવારે લખુ,ને શનિવારે જય હનુમાન લખાય
રવિવારે ૐ ક્રીંમ કાલિયે નમઃથી,કુળદેવીની કૃપા થઈ જાય
……..જ્યાં કુદરતની અસીમકૃપા,ત્યાંજ સાચી ભક્તિ મળી જાય
+++++++++++++++++++++++++++++++++++++

.જય માતાજી


                          .જય માતાજી   

તાઃ૨૯/૧૨/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ચરણ સ્પર્શતા,સાચો ભક્તિરાહ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી લેતાં,આજન્મ પાવન થઇ જાય
………….એવી માડી કાળકાના સ્મરણથી,પુણ્ય કર્મ થઈ જાય.
અજબ શક્તિ મા તારી,શ્રધ્ધાએ દર્શનથી જ મળી જાય
મોહમાયાના સ્પર્શે જીવને,ના કળીયુગી કાતર મેળવાય
ૐ ક્રી કાલિયે નમઃસ્મરણથી,ભુતપલીત પણ ભાગીજાય
નિર્મળ જીવનમાં શાંન્તિ મળે,એજ કૃપા માતારી કહેવાય
………….એવી માડી કાળકાના સ્મરણથી,પુણ્ય કર્મ થઈ જાય.
કુળદેવી માકાળકા પ્રદીપની,સંગે રમારવિદીપલની થાય
ભક્તિ મનથી સદાયકરતા,મા તારી અતુટકૃપા મળી જાય
લાગણીમોહની ચાદર છુટતા,સદાયપ્રેમ માતાનો મેળવાય
આગમનવિદાયના બંધન છોડવા,મા તારી કૃપા મળી જાય
………….એવી માડી કાળકાના સ્મરણથી,પુણ્ય કર્મ થઈ જાય.
====================================

ડમડમ વાગે


 .                     .ડમડમ વાગે

તાઃ૨૩/૧૨/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ડમડમ ડમડમા ડમરુ વાગે,નિર્મળ જીવનમાં જ્યોત  જાગે
પામર ભાવના પ્રેમનીઆવે,ઉજ્વળ જીવનમાં શાંન્તિઆપે
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
કુદરતનીજ્યાં કૃપાઆવે, જીવનમાંભક્તિભાવની કેડી લાવે
સરળ જીવનની સાંકળ સંગે,જલાસાંઇની કૃપાને લઇ આવે
મનથીકરેલ ભક્તિ તનથી કરેલ મહેનત,માનવતા મહેકાવે
આવે પ્રેમની વર્ષા જીવનમાં ના જગતની કોઇ આંધી લાવે
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
સ્નેહાળ જીવનના સોપાન મળે,નામળે અપેક્ષાની કોઇ કેડી
માનવતાનો સંગ જીવનને સ્પર્શે,નાકળીયુગની કોઇ ચાદર
તન મન ધન એ કૃપા કરતારની,સાચી ભક્તિને સંગે  રાખે ,
મળે પળેપળ આનંદ જીવને.જ્યાં પરમાત્માની કૃપાએ પામે
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
મોહમાયા લાકડી કળીયુગની,ના કોઇ જીવને એ દુર રાખે
મળેમાર્ગ જ્યાં નિર્મળભક્તિનો,સાચી સમજણથી સમજાય
પ્રેમનીપાવનકેડી મળે જીવનમાં,જ્યાં જયશ્રી કૃષ્ણબોલાય
આવી આંગણે કૃપામળે જીવને,સાચો મુક્તિમાર્ગ મળી જાય
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
+++++++++++++++++++++++++++++++++++++++

લાગણી કે લાકડી


.                        .લાગણી કે લાકડી

તાઃ૨૨/૧૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રીતપ્રેમની શીતળ રાહ મળે,ત્યાં માનવતા મહેકી જાય
પાવન કર્મનીકેડી મળે જીવને,નાઝંઝટ કોઇ આપીજાય
………….આવી આંગણે પ્રેમ મળે,જે જીવન નિખાલસ કરી જાય.
નિર્મળતાના વાદળ છટકે,જ્યાં લાગણી ખોટી અડીજાય
પરમાત્માની પામે કૃપા,જ્યાં જીવથી ભક્તિપ્રેમથી થાય
પડે લાકડી દેહ પર ત્યારે,જ્યારે મોહમાયા વળગી જાય
નાઅંત આવેતેનો જીવનમાં,કે નાકોઇ આફતથી છટકાય
………….આવી આંગણે પ્રેમ મળે,જે જીવન નિખાલસ કરી જાય.
અંતરમાં આનંદ રહે જીવનમાં,ને ઉજ્વળ રાહ મળી જાય
શીતળસ્નેહની સરગમમળે,જે નિખાલસ જીવનઆપી જાય
મળે જીવનમાં શાંન્તિ અનેરી,અંતે નિર્મળ રાહ મળી જાય
મોહમાયાનીકેડી છુટતા,અંતે જીવથી મુક્તિમાર્ગ મેળવાય
………..આવી આંગણે પ્રેમ મળે,જે જીવન નિખાલસ કરી જાય.
=========================================

ઉજ્વળકેડી


                      .ઉજ્વળકેડી

તા: ૯/૧૨/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવદેહ જીવને,જ્યાં ભોલેનાથની કૃપા થઇ જાય
આગમન અવનીપર થતાં,જીવને ભક્તિરાહ મળી જાય
.                         …………………..મળે માનવદેહ જીવને.
કર્મનીકેડી છે જીવના બંધન,એ પરમ કૃપાએજ સચવાય
મોહમાયાની સાંકળ છુટતાં,પવિત્રકર્મ જીવનમાં થઇજાય
લાગણીમોહને પાવન કરતા,જીવને ભક્તિપ્રેમ મળી જાય
ના અંતરમાં કોઇ ઉભરોરહે,કે ના કર્મના બંધન જકડી જાય
.                      …………………….. મળે માનવદેહ જીવને.
જીવને મળે ઉજ્વળ કેડી,જ્યાં નિશ્વાર્થ ભાવે પ્રભુને ભજાય
આવી શાંન્તિમળે જીવને,શ્રધ્ધાએ ભોલેનાથને વંદનથાય
ૐ નમઃ શિવાય ના જાપે,જીવને સાચી રાહ પણ મળી જાય
અંતે મળે જીવને મુક્તિ અવનીથી,સ્વર્ગની રાહે ચાલી જાય
.                         …………………….મળે માનવદેહ જીવને.

=======================================

સત્યનીકેડી


.                     .સત્યનીકેડી

તાઃ૨૦/૧૨/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ કૃપા પરમાત્માની મળે, ત્યાં જીવન નિર્મળ થાય
પ્રેમ ભાવથી   ભક્તિ કરતાં,પાવન કર્મ જીવનમાં થાય
………..કર્મની રાહ મળે જીવને,જ્યાં સત્યનીકેડીને પકડાય .
ભક્તિ ભાવના સંગે જીવતા,ના અડચડ કોઇ અથડાય
સવારસાંજને પારખી લેતા,ઉજ્વળરાહ પણ મળીજાય
આગમન મળે જીવને માનવીનુ,એજ પ્રભુકૃપા કહેવાય
મળે પ્રેમ જલાસાંઇનો જીવને,જ્યાં પ્રેમથી ભક્તિ થાય
…………કર્મની રાહ મળે જીવને,જ્યાં સત્યનીકેડીને પકડાય .
કર્મના બંધન ના કોઇને છોડે,છોને એ રાજારાવણ હોય
જકડે છે એ જીવને અવનીપર,જે કર્મની કેડીજ કહેવાય
નિર્મળ ભક્તિ મળે શ્રધ્ધાએ,જીવનમાં શંન્તિ આપીજાય
નાઅડકે માયા કેમોહ જીવને,અંતે મુક્તિમાર્ગ મળીજાય
…………કર્મની રાહ મળે જીવને,જ્યાં સત્યનીકેડીને પકડાય .
=======================================

માતાનો પ્રેમ


Mataji krupa

.                    .માતાનો પ્રેમ

તાઃ૧૭/૧૨/૨૦૧૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે મા તારો,આ જીવન ઉજ્વળ થાય
નિર્મળતાના સંગે,પાવનકર્મ જીવનમાં થાય
….એવી કૃપા તારી હુ પામી,જીવનમાં અખંડ શાંન્તિ માણી.
સુખદુઃખને મારા આંબી,જીવનમાં શાંન્તિ આપી
પરમકૃપાળુ છે દ્રષ્ટિ,જે સાચા સુખની રાહ દીધી
માનવતા પ્રસરે મારી,જ્યાં કૃપા મારા પર થાતી
સ્નેહાળ શાંન્તિ પામી,ઉજ્વળતા જીવનમાં આણી
…..એવી કૃપા તારી હુ પામી,જીવનમાં અખંડ શાંન્તિ માણી.
નામાગણી જીવનમાં રાખી,માપ્રેમથી શાંન્તિ આપી
દીધીસંતાનને શીતળકેડી,ઉજ્વળરાહ મેળવી લીધી
ભક્તિમાર્ગની સાચી રાહે,મા તારી અખંડકૃપા પામી
મોહમાયાના સ્પર્શી પ્રદીપને,મુક્તિમાર્ગની કેડીદીધી
……એવી કૃપા તારી હુ પામી,જીવનમાં અખંડ શાંન્તિ માણી.
====================================
+++જય અંબેમા+++જય કાળકામા+++જય ચામુંડામા+++

.પ્રભુપ્રેમ


.                             .પ્રભુપ્રેમ

તાઃ૧૭/૧૨/૨૦૧૪                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાનો સંગ મળે જીવનમાં,જીવને શાંન્તિ મળી જાય
અંતરમાં આનંદ રહે અનેરો,જ્યાં સાચો પ્રભુપ્રેમ થઈ જાય
………………ભક્તિ ભાવને નિર્મળ રાખતા,સુખ શાંન્તિ મળી જાય.
માગણી મોહની માયા છુટતા,માનવ જીવન મહેંકી જાય
પરમાત્માનો પ્રેમ મળે દેહને.જીવને રાહ સાચી દઈજાય
સરળતાનીકેડીએ જીવતા,પાવનકર્મ જીવનમાં થઈજાય
જલાસાંઇની સાચી ભક્તિએ,પવિત્ર પળે પળ મળી જાય
………………ભક્તિ ભાવને નિર્મળ રાખતા,સુખ શાંન્તિ મળી જાય.
કરેલકર્મ એ બંધન જીવના,ના કોઇ જીવથી કદી છટકાય
નિર્મળ ભક્તિ ને નિર્મળ પ્રેમ,એ જ માનવતાએ સમજાય
પ્રેમ નિખાલસ રાખી જીવતા,સાચી ભક્તિએ જીવ દોરાય
અંતે દેહને મળે મુક્તિ,ત્યાં અવનીના આગમનથી બચાય
……………….ભક્તિ ભાવને નિર્મળ રાખતા,સુખ શાંન્તિ મળી જાય.
========================================

મળે પ્રેમ


.                           .મળે પ્રેમ

તાઃ૧૪/૧૨/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટે જગતમાં,જ્યાં મોહમાયાથી છટકાય
કુદરતની અસીમકૃપા મળે જીવને,જ્યાં નિર્મળ ભક્તિ થાય
…………ત્યાંજ સાચી રાહ મળે જીવને,જ્યાં મળતો પ્રેમ ઓળખાય.
મળે જીવને દેહ અવનીપર,જ્યાં કર્મની કેડીના બંધન હોય
શીતળતાનો સંગાથ મળે જીવનમાં,જે પાવનરાહ દઇ જાય
પુનીત કર્મના બંધન મળતા,સાચો ભક્તિ માર્ગ મળી જાય
દેખાવનો દરીયો દુર ભાગતા જીવનમાં,પ્રેમગંગા વહી જાય
…………ત્યાંજ સાચી રાહ મળે જીવને,જ્યાં મળતો પ્રેમ ઓળખાય.
લાગણી પ્રેમ અંતરમાં ઉભરે,કૃપાએ જલાસાંઇની ભક્તિ થાય
નિર્મળ ભાવના મનમાં રાખતા,પવિત્રકર્મ જીવનમાં થઇજાય
તારૂ  મારૂની કેડી છુટતા જીવને,પ્રભુ ભક્તિની રાહ મળી જાય
અવનીપરના આગમન છુટતા,જીવને મળતોપ્રેમ ઓળખાય
………….ત્યાંજ સાચી રાહ મળે જીવને,જ્યાં મળતો પ્રેમ ઓળખાય.
=================================

પ્રેમની ગંગા


.                     .પ્રેમની ગંગા

તાઃ૧૧/૧૨/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની શક્તિ છે નિરાળી,સાચી ભક્તિએ મળી જાય
મળે પ્રભુ પ્રેમની ગંગા જીવને,જે જન્મ  સફળ કરી જાય
…….જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,પરમાત્મા રાજી થઇ જાય
શ્રધ્ધા રાખીને વંદન  કરતા,જીવની પળે પળ સચવાય
જલાસાંઇના સ્મરણ માત્રથી,જીવપર પ્રભુકૃપા થઇ જાય
માગણી મોહની માયા છુટતા,પવિત્રકર્મ જીવનમાં થાય
…….જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
ભક્તિપ્રેમને સાચવી લેતા,જીવ પર પ્રેમનીવર્ષા થઇ જાય
માનવતાની મહેંક પ્રસરતા,પવિત્રજીવોનો સાથ મળીજાય
આંગળી પકડી જલાસાંઇની ચાલતા,આફતથીય  છટકાય
મળે જીવને માનવતાની મહેંક જગે,એજ પ્રેમગંગા કહેવાય
……..જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
=======================================