પ્રેમનો પ્રસંગ


Lalitbhai.

.

.                    .પ્રેમનો પ્રસંગ

તાઃ૪/૧૨/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવનકેડીને પકડી,લલિતભાઇ ધાંગધ્રા આવી જાય
હર્ષાબેનનો સાથ મળતા જીવનમાં,પાટડીને વિદાય કરી જાય
………….એવી લગ્નદીનની યાદમાં આજે,પ્રેમે પ્રસંગ ઉજવાઇ જાય.
પરમભક્તિ  જલાબાપાની કરતા,જીવને સાચીરાહ મળી જાય
લલિતભાઇની લાયકાત નિરાળી,ભણતરની કેડીએજ પકડાય
તનમનથી શાંન્તિ મળતા,આણંદમાં ઉત્તમ  જીવન જીવી જાય
મેળવી આશિર્વાદ વડીલના,કુટુંબનીકેડી ઉત્તમએ મેળવી જાય
………….એવી લગ્નદીનની યાદમાં આજે,પ્રેમે પ્રસંગ ઉજવાઇ જાય.
હર્ષાબેનને હૈયે  આનંદ,જલાકૃપાએ સંસ્કારી સંતાન આવી જાય
મોહમાયા નાદીકરા પલ્લવને,કે ના વ્હાલી દીકરી રીમાને  થાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા,સંતાનો સંસ્કારને જ સાચવી જાય
પ્રેમની પાવનકેડીમળે કૃપાએ,સાચો પ્રદીપરમાનો પ્રેમમળી જાય
…………..એવી લગ્નદીનની યાદમાં આજે,પ્રેમે પ્રસંગ ઉજવાઇ જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++

.         .આજે તાઃ૪/૧૨/૨૦૧૪ નારોજ અમારા સાચા પ્રેમી અને જુના પાડોશી
શ્રી લલિતભાઇ અને અ.સૌ હર્ષાબેનના લગ્નને ૨૮ વર્ષ પુરા થયા તે પ્રેમી યાદ
રૂપે આ લખાણ અમારા તરફથી સપ્રેમ ભેંટ
લી.પ્રદીપ અને રમા બ્રહ્મભટ્ટ પરિવાર (આણંદ હાલ હ્યુસ્ટન)