રીમાનો જન્મદીન


Rima.

..                     . રીમાનો જન્મદીન

તાઃ૬/૧૨/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની સાંકળ પકડે દેહને, ના કોઇ જીવથી છટકાય
અવનીપરના આગમનને,જન્મદીવસ પ્રેમથી કહેવાય
…………એવા નિર્મળપ્રેમથી આજે રીમાનો જન્મદીન આનંદે ઉજવાય.
લાડલી દીકરી હર્ષાબેનની,ને  પિતા લલીતભાઇ હરખાય
આજકાલની સાથે ચાલતા,રીમા છવ્વીસ વર્ષવટાવી જાય
નિર્મળભાવે જીવન જીવતા,ભાઇ પલ્લવનો પ્રેમ મળીજાય
મનથી મહેનત કરી જીવતા,જીવનમાં સદમાર્ગને મેળવાય
…………એવા નિર્મળપ્રેમથી આજે રીમાનો જન્મદીન આનંદે ઉજવાય.
જલારામની કૃપા નિરાળી,રીમાને સાચી ભક્તિએ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી મળીજાય,જ્યાં વડીલનુ સન્માન થાય
અનંત આનંદ પ્રદીપ રમાને,સંગે દીપલ રવિ પણ ખુશ થાય
જનમદીનનો આનંદ અનેરો સૌને,જ્યાં નિર્મળભાવે કૅક કપાય
…………એવા નિર્મળપ્રેમથી આજે રીમાનો જન્મદીન આનંદે ઉજવાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++
.                .અમારા પરમપ્રેમી લલીતભાઇ અને અ.સૌ.હર્ષાબેનની વ્હાલી દીકરી ચી રીમાનો
આજે  જન્મદીન હોવાથી અમારા સાચા પ્રેમ અને સાચી ભાવનાએ લખાયેલ આ કાવ્ય સપ્રેમ
લી.પ્રદીપ,રમા તરફથી પરિવાર સહિત ભેંટ.