સંકટ ચોથ


Gapadada.

.                       સંકટ ચોથ

તાઃ૧૦/૧૨/૨૦૧૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળે જીવને,જ્યાં ગજાનંદની પુંજા થાય
સંકટ ચોથના પવિત્ર દીવસે,શ્રધ્ધાએ મહાદેવપુત્રની કૃપા થાય
……….એવા માગસર માસના પવિત્ર દીવસે ભક્તોની શ્રધ્ધા વધી જાય.
અવનીપરનુ આગમન છે બંધન જીવનુ,ના કોઇનાથીય છટકાય
કર્મના બંધન એ જીવને જકડે,જગતના બંધનથીજ એ સમજાય
મળે માયાથી કાયા જીવને,આગળ પાછળ કોઇથીય ના રહેવાય
પામી પ્રેમ ગજાનંદનો ભક્તિએ,એ જ સંકટ ચોથનુ ફળ કહેવાય
……….એવા માગસર માસના પવિત્ર દીવસે ભક્તોની શ્રધ્ધા વધી જાય.
રિધ્ધી સિધ્ધીના એ જ પ્રણેતા,જે ભાગ્ય વિધાતા ગણપતિ કહેવાય
જીવના બંધન એ કલમ ગજાનંદની,જે  જીવને જન્મ મળતા દેખાય
આવી અવનીપર જીવને,સાચી શ્રધ્ધાભક્તિએ મુક્તિમાર્ગ મળીજાય
માગસર માસનો પવિત્ર દીવસ,જે સંકટ ચોથે ગજાનંદની પુંજા થાય
……….એવા માગસર માસના પવિત્ર દીવસે ભક્તોની શ્રધ્ધા વધી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++