પ્રેમની ગંગા


.                     .પ્રેમની ગંગા

તાઃ૧૧/૧૨/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની શક્તિ છે નિરાળી,સાચી ભક્તિએ મળી જાય
મળે પ્રભુ પ્રેમની ગંગા જીવને,જે જન્મ  સફળ કરી જાય
…….જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,પરમાત્મા રાજી થઇ જાય
શ્રધ્ધા રાખીને વંદન  કરતા,જીવની પળે પળ સચવાય
જલાસાંઇના સ્મરણ માત્રથી,જીવપર પ્રભુકૃપા થઇ જાય
માગણી મોહની માયા છુટતા,પવિત્રકર્મ જીવનમાં થાય
…….જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
ભક્તિપ્રેમને સાચવી લેતા,જીવ પર પ્રેમનીવર્ષા થઇ જાય
માનવતાની મહેંક પ્રસરતા,પવિત્રજીવોનો સાથ મળીજાય
આંગળી પકડી જલાસાંઇની ચાલતા,આફતથીય  છટકાય
મળે જીવને માનવતાની મહેંક જગે,એજ પ્રેમગંગા કહેવાય
……..જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
=======================================