મળે પ્રેમ


.                           .મળે પ્રેમ

તાઃ૧૪/૧૨/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટે જગતમાં,જ્યાં મોહમાયાથી છટકાય
કુદરતની અસીમકૃપા મળે જીવને,જ્યાં નિર્મળ ભક્તિ થાય
…………ત્યાંજ સાચી રાહ મળે જીવને,જ્યાં મળતો પ્રેમ ઓળખાય.
મળે જીવને દેહ અવનીપર,જ્યાં કર્મની કેડીના બંધન હોય
શીતળતાનો સંગાથ મળે જીવનમાં,જે પાવનરાહ દઇ જાય
પુનીત કર્મના બંધન મળતા,સાચો ભક્તિ માર્ગ મળી જાય
દેખાવનો દરીયો દુર ભાગતા જીવનમાં,પ્રેમગંગા વહી જાય
…………ત્યાંજ સાચી રાહ મળે જીવને,જ્યાં મળતો પ્રેમ ઓળખાય.
લાગણી પ્રેમ અંતરમાં ઉભરે,કૃપાએ જલાસાંઇની ભક્તિ થાય
નિર્મળ ભાવના મનમાં રાખતા,પવિત્રકર્મ જીવનમાં થઇજાય
તારૂ  મારૂની કેડી છુટતા જીવને,પ્રભુ ભક્તિની રાહ મળી જાય
અવનીપરના આગમન છુટતા,જીવને મળતોપ્રેમ ઓળખાય
………….ત્યાંજ સાચી રાહ મળે જીવને,જ્યાં મળતો પ્રેમ ઓળખાય.
=================================