માતાનો પ્રેમ


Mataji krupa

.                    .માતાનો પ્રેમ

તાઃ૧૭/૧૨/૨૦૧૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે મા તારો,આ જીવન ઉજ્વળ થાય
નિર્મળતાના સંગે,પાવનકર્મ જીવનમાં થાય
….એવી કૃપા તારી હુ પામી,જીવનમાં અખંડ શાંન્તિ માણી.
સુખદુઃખને મારા આંબી,જીવનમાં શાંન્તિ આપી
પરમકૃપાળુ છે દ્રષ્ટિ,જે સાચા સુખની રાહ દીધી
માનવતા પ્રસરે મારી,જ્યાં કૃપા મારા પર થાતી
સ્નેહાળ શાંન્તિ પામી,ઉજ્વળતા જીવનમાં આણી
…..એવી કૃપા તારી હુ પામી,જીવનમાં અખંડ શાંન્તિ માણી.
નામાગણી જીવનમાં રાખી,માપ્રેમથી શાંન્તિ આપી
દીધીસંતાનને શીતળકેડી,ઉજ્વળરાહ મેળવી લીધી
ભક્તિમાર્ગની સાચી રાહે,મા તારી અખંડકૃપા પામી
મોહમાયાના સ્પર્શી પ્રદીપને,મુક્તિમાર્ગની કેડીદીધી
……એવી કૃપા તારી હુ પામી,જીવનમાં અખંડ શાંન્તિ માણી.
====================================
+++જય અંબેમા+++જય કાળકામા+++જય ચામુંડામા+++

.પ્રભુપ્રેમ


.                             .પ્રભુપ્રેમ

તાઃ૧૭/૧૨/૨૦૧૪                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાનો સંગ મળે જીવનમાં,જીવને શાંન્તિ મળી જાય
અંતરમાં આનંદ રહે અનેરો,જ્યાં સાચો પ્રભુપ્રેમ થઈ જાય
………………ભક્તિ ભાવને નિર્મળ રાખતા,સુખ શાંન્તિ મળી જાય.
માગણી મોહની માયા છુટતા,માનવ જીવન મહેંકી જાય
પરમાત્માનો પ્રેમ મળે દેહને.જીવને રાહ સાચી દઈજાય
સરળતાનીકેડીએ જીવતા,પાવનકર્મ જીવનમાં થઈજાય
જલાસાંઇની સાચી ભક્તિએ,પવિત્ર પળે પળ મળી જાય
………………ભક્તિ ભાવને નિર્મળ રાખતા,સુખ શાંન્તિ મળી જાય.
કરેલકર્મ એ બંધન જીવના,ના કોઇ જીવથી કદી છટકાય
નિર્મળ ભક્તિ ને નિર્મળ પ્રેમ,એ જ માનવતાએ સમજાય
પ્રેમ નિખાલસ રાખી જીવતા,સાચી ભક્તિએ જીવ દોરાય
અંતે દેહને મળે મુક્તિ,ત્યાં અવનીના આગમનથી બચાય
……………….ભક્તિ ભાવને નિર્મળ રાખતા,સુખ શાંન્તિ મળી જાય.
========================================