ઉજ્વળકેડી


                      .ઉજ્વળકેડી

તા: ૯/૧૨/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવદેહ જીવને,જ્યાં ભોલેનાથની કૃપા થઇ જાય
આગમન અવનીપર થતાં,જીવને ભક્તિરાહ મળી જાય
.                         …………………..મળે માનવદેહ જીવને.
કર્મનીકેડી છે જીવના બંધન,એ પરમ કૃપાએજ સચવાય
મોહમાયાની સાંકળ છુટતાં,પવિત્રકર્મ જીવનમાં થઇજાય
લાગણીમોહને પાવન કરતા,જીવને ભક્તિપ્રેમ મળી જાય
ના અંતરમાં કોઇ ઉભરોરહે,કે ના કર્મના બંધન જકડી જાય
.                      …………………….. મળે માનવદેહ જીવને.
જીવને મળે ઉજ્વળ કેડી,જ્યાં નિશ્વાર્થ ભાવે પ્રભુને ભજાય
આવી શાંન્તિમળે જીવને,શ્રધ્ધાએ ભોલેનાથને વંદનથાય
ૐ નમઃ શિવાય ના જાપે,જીવને સાચી રાહ પણ મળી જાય
અંતે મળે જીવને મુક્તિ અવનીથી,સ્વર્ગની રાહે ચાલી જાય
.                         …………………….મળે માનવદેહ જીવને.

=======================================

સત્યનીકેડી


.                     .સત્યનીકેડી

તાઃ૨૦/૧૨/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ કૃપા પરમાત્માની મળે, ત્યાં જીવન નિર્મળ થાય
પ્રેમ ભાવથી   ભક્તિ કરતાં,પાવન કર્મ જીવનમાં થાય
………..કર્મની રાહ મળે જીવને,જ્યાં સત્યનીકેડીને પકડાય .
ભક્તિ ભાવના સંગે જીવતા,ના અડચડ કોઇ અથડાય
સવારસાંજને પારખી લેતા,ઉજ્વળરાહ પણ મળીજાય
આગમન મળે જીવને માનવીનુ,એજ પ્રભુકૃપા કહેવાય
મળે પ્રેમ જલાસાંઇનો જીવને,જ્યાં પ્રેમથી ભક્તિ થાય
…………કર્મની રાહ મળે જીવને,જ્યાં સત્યનીકેડીને પકડાય .
કર્મના બંધન ના કોઇને છોડે,છોને એ રાજારાવણ હોય
જકડે છે એ જીવને અવનીપર,જે કર્મની કેડીજ કહેવાય
નિર્મળ ભક્તિ મળે શ્રધ્ધાએ,જીવનમાં શંન્તિ આપીજાય
નાઅડકે માયા કેમોહ જીવને,અંતે મુક્તિમાર્ગ મળીજાય
…………કર્મની રાહ મળે જીવને,જ્યાં સત્યનીકેડીને પકડાય .
=======================================