. .લાગણી કે લાકડી
તાઃ૨૨/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રીતપ્રેમની શીતળ રાહ મળે,ત્યાં માનવતા મહેકી જાય
પાવન કર્મનીકેડી મળે જીવને,નાઝંઝટ કોઇ આપીજાય
………….આવી આંગણે પ્રેમ મળે,જે જીવન નિખાલસ કરી જાય.
નિર્મળતાના વાદળ છટકે,જ્યાં લાગણી ખોટી અડીજાય
પરમાત્માની પામે કૃપા,જ્યાં જીવથી ભક્તિપ્રેમથી થાય
પડે લાકડી દેહ પર ત્યારે,જ્યારે મોહમાયા વળગી જાય
નાઅંત આવેતેનો જીવનમાં,કે નાકોઇ આફતથી છટકાય
………….આવી આંગણે પ્રેમ મળે,જે જીવન નિખાલસ કરી જાય.
અંતરમાં આનંદ રહે જીવનમાં,ને ઉજ્વળ રાહ મળી જાય
શીતળસ્નેહની સરગમમળે,જે નિખાલસ જીવનઆપી જાય
મળે જીવનમાં શાંન્તિ અનેરી,અંતે નિર્મળ રાહ મળી જાય
મોહમાયાનીકેડી છુટતા,અંતે જીવથી મુક્તિમાર્ગ મેળવાય
………..આવી આંગણે પ્રેમ મળે,જે જીવન નિખાલસ કરી જાય.
=========================================
Filed under: Uncategorized |
પ્રતિસાદ આપો