ડમડમ વાગે


 .                     .ડમડમ વાગે

તાઃ૨૩/૧૨/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ડમડમ ડમડમા ડમરુ વાગે,નિર્મળ જીવનમાં જ્યોત  જાગે
પામર ભાવના પ્રેમનીઆવે,ઉજ્વળ જીવનમાં શાંન્તિઆપે
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
કુદરતનીજ્યાં કૃપાઆવે, જીવનમાંભક્તિભાવની કેડી લાવે
સરળ જીવનની સાંકળ સંગે,જલાસાંઇની કૃપાને લઇ આવે
મનથીકરેલ ભક્તિ તનથી કરેલ મહેનત,માનવતા મહેકાવે
આવે પ્રેમની વર્ષા જીવનમાં ના જગતની કોઇ આંધી લાવે
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
સ્નેહાળ જીવનના સોપાન મળે,નામળે અપેક્ષાની કોઇ કેડી
માનવતાનો સંગ જીવનને સ્પર્શે,નાકળીયુગની કોઇ ચાદર
તન મન ધન એ કૃપા કરતારની,સાચી ભક્તિને સંગે  રાખે ,
મળે પળેપળ આનંદ જીવને.જ્યાં પરમાત્માની કૃપાએ પામે
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
મોહમાયા લાકડી કળીયુગની,ના કોઇ જીવને એ દુર રાખે
મળેમાર્ગ જ્યાં નિર્મળભક્તિનો,સાચી સમજણથી સમજાય
પ્રેમનીપાવનકેડી મળે જીવનમાં,જ્યાં જયશ્રી કૃષ્ણબોલાય
આવી આંગણે કૃપામળે જીવને,સાચો મુક્તિમાર્ગ મળી જાય
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
+++++++++++++++++++++++++++++++++++++++