Posted on જાન્યુઆરી 31, 2015 by Pradip Brahmbhatt
. .ભક્તિભોજન
તાઃ૩૧/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ અને ભોજન પ્રેમથી કરતા,માનવજન્મ સફળ થઈ જાય
ના માગણી નાકોઇ અપેક્ષા અડકે,કે ના દવાખાનુય અડી જાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
અજબ શક્તિ છે ભક્તિમાં,જે સંત જલાસાંઈની કૃપાએ મેળવાય
ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં સમય સમજીને જીવન જીવાય
નામંદીરમસ્જીદ કેદેરાશરનીજરૂર,જ્યાંશ્રધ્ધાએ ઘરમાં પુંજાથાય
માનવજીવન સમજીને જીવતા,જીવનેમળેલ જન્મસફળ થઈજાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
મનુષ્યદેહની સમજણ છે સાચી,જ્યાં ઘરમાં પવિત્ર ભોજન થાય
દેખાવનીદુનીયાને આંબીલેવા,ના ખૌધરાગલીમાં ખાવાનું ખવાય
નાકોઇઆવે આફત કે તકલીફ દેહને,જ્યાં નિર્મળ જીવનને જીવાય
ભોજનભજનની એકજ છે શક્તિ,જે મળેલ માનવદેહથી્જ પરખાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++
Filed under: ભક્તિ કાવ્યો | Leave a comment »
Posted on જાન્યુઆરી 29, 2015 by Pradip Brahmbhatt
. .ચિ.નેહાને લગ્નભેંટ
તાઃ૨૯/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે પ્રેમ પિતા ભીખુભાઈનો,ત્યાં ભણતરની કેડી મળી જાય
માતા મધુબેનના મળેલસંસ્કારથી,ઉજ્વળજીવન એજીવીજાય
………..એવી વ્હાલી નેહાનું જીવન,ડીકેનકુમાર સંગે લગ્નથી બંધાય.
મળીગયા ઉજ્વળસોપાન જીવનમાં,જેપાવનપ્રેમથી મળીજાય
જ્યોતજીવનની પ્રગટી પ્રેમથી,પિતાના આશિર્વાદથી મેળવાય
પળેપળને સાચવીચાલતા ભણતરે,એમકૉમની ડીગ્રીમળી જાય
આજકાલનીકેડીને પકડીચાલતા,આજે એલગ્નજીવનથી બંધાય
……..એવી વ્હાલી નેહાનું જીવન,ડીકેનકુમાર સંગે લગ્નથી બંધાય.
મમ્મી મૃદુલાબેન કે મધુબેન,જીવનનીજ્યોત તો એકજ કહેવાય
મળેલ આશિર્વાદથી દિકરી નેહાઆજે ડીકેનકુમારની પત્ની થાય્
સસરા ગોવિંદભાઈ હરખાય,સંગે સાસુ અરૂણાબેન પણ હરખાય
મળી જીવનસંગીની દીકરાને,જે સંત જલાસાંઈની કૃપા કહેવાય
… ……એવી વ્હાલી નેહાનું જીવન,ડીકેનકુમાર સંગે લગ્નથી બંધાય.
મળ્યો લગ્ન પ્રસંગનો પ્રેમ આજે,પ્રદીપ,રમા ખુશ થઈ જાય
હ્યુસ્ટનથી આવી પકડીકેડી,જે વ્હાલા ભીખુભાઈથી જમળી જાય
અનંતઆનંદ હૈયામાં થતા,નેહાડીકેનકુમારને આશીર્વાદદેવાય
લગ્નપ્રસંગથી પકડી સંસારની કેડી,સુખશાંન્તિએ સચવાઈજાય
…………એવી વ્હાલી નેહાનું જીવન,ડીકેનકુમાર સંગે લગ્નથી બંધાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
. .શ્રી ભીખુભાઈ અને શ્રીમતી મધુબેનની વ્હાલી દીકરી ચિ.નેહાના આજે લગ્નપ્રસંગે આશિર્વાદ અને જય જલારામ સહિત આ કાવ્ય
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા રમા બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ તાઃ૨૯/૧/૨૦૧૫ ગુરૂવાર.
Filed under: Uncategorized | Leave a comment »
Posted on જાન્યુઆરી 28, 2015 by Pradip Brahmbhatt
. ચી.રિકેનને લગ્ન ભેંટ
તાઃ૨૮/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
ઓડ ગામથી આણંદ આવ્યા,બાલુભાઈ સંતાનને દેવા ઉજ્વળરાહ્
ભણતરની કેડી મળી ગઈ પિતાથી,જે રિકેનની લાયકાતેજ દેખાય
…..એજ વ્હાલો રિકેન આજે લગ્નબંધનથી બંધાય,જોઇ સૌ સંબંધીઓ હરખાય.
ઉજ્વળ રાહને પકડી ચાલતો જોઇને,પિતા બાલુભાઈ ખુબ હરખાય
મમ્મી મિનાબેનના મળેલ સંસ્કારે,વડીલોનો પ્રેમ એ મેળવી જાય
આજકાલ એતો છે કૃપા પ્રભુની,જે માનવીને ઉંમરથી જ સમજાય
નિર્મળજીવનની રાહે ચાલતો,વ્હાલો રિકેન આજે વરરાજા થઈજાય
…..એજ વ્હાલો રિકેન આજે લગ્નબંધનથી બંધાય,જોઇ સૌ સંબંધીઓ હરખાય.
દિલીપભાઈને આનંદ અનેરો,ને સંગે ઇલાબેન પણ ખુબ હરખાય
દીકરી વ્હાલીદર્શિતાના જીવનસંગી,આજથી રિકેનકુમાર થઈજાય
લાગણી મોહનીમાયા ના સ્પર્શતા,અંતરથી સંતાનને વ્હાલ કરાય
એજ દેખાય સંતાનનાવર્તનથી,જેને સાચા મળેલ સંસ્કાર કહેવાય
…..એજ વ્હાલો રિકેન આજે લગ્નબંધનથી બંધાય,જોઇ સૌ સંબંધીઓ હરખાય.
દોડી આવ્યા હ્યુસ્ટનથી પ્રદીપભાઈને રમાબેન પ્રસંગ માણવા કાજ
બાલુભાઈ અને મીનાબેનને આનંદ અનેરો,પ્રસંગમાં જોઇને આજ
પ્રસંગસાચવી સંબંધી બનતા,દીલીપભાઈ સંગે ઈલાબેનખુશ થાય
પ્રાર્થના સંગે જય જીનેન્દ્ર કહેતા,પ્રસંગે પરમાત્માની કૃપાથઈ જાય
…..એજ વ્હાલો રિકેન આજે લગ્નબંધનથી બંધાય,જોઇ સૌ સંબંધીઓ હરખાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
. શ્રી બાલુભાઈ અને શ્રીમતી મીનાબેનના વ્હાલા દીકરા રિકેનના લગ્ન પ્રસંગે અમારાવર્ષો જુના સંબંધને સાચવવા જલારામબાપા અને સાંઈબાબાની કૃપાએ અ મને હ્યુસ્ટનથી અહીંઆવી પ્રસંગને માણવાની તક મળી તેની સ્નેહાળ યાદ રૂપે આ કાવ્ય જય જીનેન્દ્ર સહિત સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ્ સહિત રમા,રવિ.દીપલ,હિમા.નીશીતકુમાર અને ચી.વીર ————————————————————-
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a comment »
Posted on જાન્યુઆરી 21, 2015 by Pradip Brahmbhatt
. . જ્ઞાન જ્યોત
તાઃ૨૧/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમ કૃપાએ,જીવને પાવનરાહ મળી જાય
અંતરથી મળેલ પ્રેમે,જીવનની જ્ઞાન જ્યોત પ્રગટી જાય
…….નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં પ્રેમની ગંગા વહી જાય.
માનવ જીવનની મહેંક પ્રસરતા,મળેલ જન્મ સાર્થક થાય
પળે પળની સરળ કેડીએ જીવતા,ઉજ્વળ રાહ મળી જાય
અવની પરના આગમનને, કર્મના બંધનથી જ સમજાય
પવિત્ર કર્મની કેડીએ જીવતા,જલા સાંઇની કૃપા થઈ જાય
…….નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં પ્રેમની ગંગા વહી જાય.
સરળ જીવનની કેડી મળે,જ્યાં મોહ માયાથી દુર જવાય
રામનામની પવિત્ર રાહે,મળેલ માનવ જીવન મહેંકી જાય
કુદરતની પરમ કૃપાએ જીવતા, ના ખોટી રાહ મળી જાય
અવની પરથી વિદાય મળતા,જીવથી મુક્તિ માર્ગે જવાય
…….નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં પ્રેમની ગંગા વહી જાય.
=============================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »
Posted on જાન્યુઆરી 9, 2015 by Pradip Brahmbhatt

. .ગુરૂદેવની કૃપા
તાઃ૯/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુર ગામની શાન જગતમાં,એપવિત્ર ભક્તિએ દેખાય
જલારામની જ્યોત પ્રગટી,જ્યાં ગુરૂ ભોજલરામને વંદાય
…….એજ જલારામની ભક્તિકેડી,જે ગુરૂદેવની કૃપાએજ મળી જાય.
મળે પ્રેમ માબાપનો,ત્યાં જીવનો જન્મ પાવન થઈ જાય
જીવના આગમનને,પરમાત્માની અસીમકૃપા મળી જાય
ભક્તિરાહ મળે માબાપથી,જ્યાં સંતાનને સંસ્કાર અપાય
પવિત્રપ્રેમની ગંગા વહેતા,જીવનની જ્યોત પ્રગટી જાય
…….એજ જલારામની ભક્તિકેડી,જે ગુરૂદેવની કૃપાએજ મળી જાય.
અનેક જીવોને એ શાંન્તિ આપતા,જે અન્નદાનથી જ દેખાય
વિરબાઇમાતાના સંસ્કારી સાથે,જલારામ જગતમાં વંદાય
ભોજલરામની સાચી કૃપાએ,પવિત્ર જીવન રાહ મળી જાય
ઉજ્વળ જીવનનીરાહ મળે,જ્યાં પવિત્ર ગુરૂનીકૃપાથઈજાય
…….એજ જલારામની ભક્તિકેડી,જે ગુરૂદેવની કૃપાએજ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++
Filed under: ભક્તિ કાવ્યો | Leave a comment »
Posted on જાન્યુઆરી 8, 2015 by Pradip Brahmbhatt
. .જીવનની ઝંઝટ
તાઃ૮/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતા માનવદેહ અવનીએ,પરમાત્માની પ્રેરણા થાય
કર્મબંધન જીવને જકડે,જે માનવીના વર્તનથી સમજાય
…….જીવને ઝંઝટ પળે પળ સ્પર્શે, એજ કળીયુગી કાતર કહેવાય.
થયેલ કર્મના બંધન જીવના,અવનીના આગમને દેખાય
પામર પ્રેમની કેડી લઇને ચાલતા,તકલીફો ભાગતી જાય
અંતરમાં આનંદ ઉભરે નિરાળો,જ્યાં પરમાત્માકૃપા થાય
મળે ભક્તિ રાહ જીવને,જે કર્મના બંધનને દુર કરતી જાય
……..જીવને ઝંઝટ પળે પળ સ્પર્શે, એજ કળીયુગી કાતર કહેવાય.
અવની પરના આગમને દેહને ,ઉંમરની સીડી સ્પર્શી જાય
સમયની કેડી છે નિરાળી,જલાસાંઇની ભક્તિએ મેળવાય
નિર્મળ ભાવે જીવન જીવતા,કર્મની કેડી સરળ થતી જાય
સરળ રાહે જીવન જીવતા,જીવનની ઝંઝટ દુર ચાલી જાય
……..જીવને ઝંઝટ પળે પળ સ્પર્શે, એજ કળીયુગી કાતર કહેવાય.
=====================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »
Posted on જાન્યુઆરી 4, 2015 by Pradip Brahmbhatt
. .પરખ નજરની
તાઃ૪/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગળી પકડી ચાલતા જીવનમાં,અનેક અનુભવો થઈ જાય
સમયની સમજ મનથી મેળવતા,અનુભવ વર્તનથી મેળવાય
………………એજ સાચી પરખ છે સમયની,જે જીવનમાં દોરી જાય.
માનવ જીવનની મહેંકપ્રસરે,જ્યાં પવિત્રરાહ જીવને મળી જાય
પ્રેમનીચાદર જીવનમાં પ્રસરતા,નિર્મળ માનવજીવન મળીજાય
અપેક્ષાની જ્યાં કેડી છુટે જીવનમાં,નિર્મળપ્રેમની પરખથઈજાય
માનવજીવન એ કૃપા પ્રભુની,જે અવનીએ આગમનથી સમજાય
………………..એજ સાચી પરખ છે સમયની,જે જીવનમાં દોરી જાય.
સત્કર્મને પકડી ચાલતા જીવને,સંત જલાસાંઇની કૃપા થઈ જાય
સંસારને પકડી ભક્તિરાહ પકડતા,ના કુકર્મ જવનમાં અડી જાય
ભક્તિભાવના સંગે જીવતા,કુટુંબને સતતસાચો પ્રેમ મળતોજાય
અંતરથી મળેલ પ્રેમની સાચીપરખ,જીવને અનુભવથીમળીજાય
………………..એજ સાચી પરખ છે સમયની,જે જીવનમાં દોરી જાય.
============================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »