દાંતની કથા


;                       .દાંતની કથા

તાઃ૧/૧/૨૦૧૫                          પ્રદીપ બહ્મભટ્ટ

ઊમર જ્યાં અડકી દાંતને,ત્યાંજ રામાયણ શરૂ થઈ ગઈ તહીં
મસ્તમઝાનું ભોજન છુટતાં,ક્યાંય જવાનુ હવે મનેગમતુ નહીં
………………….એવી આ કળીયુગી રામાયણ,દાંતથી જ પકડઇ ગઈ.
અખરોટ ખાતોને સોપારી પણ ખાતો,હવે સ્વપ્નુ બન્યુ છે ભઇ
એકએક કરતા વધારે દાંત તુટતા,ચાડુ બનાવા આવ્યો અહીં
આલાપભાઇ તો ડૉક્ટર છે,નેસંગે આંચલબેન મળી ગયાઅહીં
પકડી દાંતની સારવાર હોસ્પીટલમાં,મનને શાંન્તિ મળતી ગઈ
………………….એવી આ કળીયુગી રામાયણ,દાંતથી જ પકડઇ ગઈ.
આજકાલની સારવાર તેમની,ને સમયસર કામ કરતા અહીં
સ્વાતીબેનનો પણ સાથ તેમને,ત્યાં મુંઝવણ ઓછી થઈ ગઈ
પ્રેમની પાવન કેડી સંગે,દર્દીને સાચી સમજણ આપતા અહીં
કૃષ્ણ હોસ્પીટલની સેવાઅનેરી,દુઃખદર્દને પ્રેમે દુર કરતા અહીં
………………….એવી આ કળીયુગી રામાયણ,દાંતથી જ પકડઇ ગઈ.
પ્રદીપ આવ્યો હ્યુસ્ટનથી,દાંતની વ્યાધીને દુર કરવામાટે અહીં
અસીમકૃપા સંત જલાસાંઇની થતા,કૃષ્ણ હોસ્પીટલ મળી ગઈ
દાંતની રામાયણ તો સૌને સ્પર્શે,ઍ જ ઉંમરની સીડી છે તઈ
મળે સ્નેહાળ સાથ ડૉક્ટરનો,ત્યાંતકલીફથી મુક્તિ મળતી ભઈ
…………………એવી આ કળીયુગી રામાયણ,દાંતથી જ પકડઇ ગઈ.
++++++++++++++++++++++++++++++++++++++++

.        . ઉંમર દાંતને અડી એ જ્યારે દાંતની તકલીફ શરૂ  થઈ ત્યારે ખ્યાલ આવી ગયો.
એ કથાને પુરી કરવા હ્યુસ્ટનથી આણંદ આવતા કરમસદમાં આવેલ કૃષ્ણ હ્સ્પીટલમાં
સારવાર માટે જવાનુ થયુ.ત્યાં ડૉકટર શ્રી આલાપભાઇ પ્રજાપતિ અને તેમના સહાયક
આંચલબેન અને સ્વાતીબેનના સાથથી દાંતનુ ચાડુ બનાવી મને મુખમાં શાન્તિ આપી
તે આભાર રૂપે આ લખાણ સપ્રેમ ડૉક્ટર પ્રજાપતિ અને સહાયકને ભેંટ
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ. આણંદ.