સંસારની સીડી


.                         .સંસારની સીડી

તાઃ૨/૧/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવદેહ જીવને અવનીએ,સંસારી બંધનથી બંધાય
મળેકૃપા માબાપની જીવને,ત્યાંજ અવનીએ દેહ મળીજાય
……………..એજ છે સંસારની સીડી,જે જીવને જીવનમાં સમજાય.
પ્રેમમળે માબાપને સંતાનને,સંસ્કાર સંગે ભક્તિને પકડાય
મનથી મહેનત કરતા બાળપણમાં,ઉજ્વળ રાહ મળી જાય
ભણતરના ચણતરનેપકડી ચાલતા,મળેલજન્મ સાર્થકથાય
એજપ્રથમ સીડી સંસારની,જે જીવને પાવનકર્મ આપીજાય
………………એજ છે સંસારની સીડી.જે જીવને જીવનમાં સમજાય
સન્માનની પળ મળે દેહને,જે સાચીશ્રધ્ધા મહેનતેમેળવાય
ના અપેક્ષા આડી આવે જીવનમાં,કે ના અવગતીએજવાય
સફળતાની કેદી સાચવવા.સંત જલાસાંઇની કૃપાથઇ જાય
મળેલ માનવજન્મની સાર્થકતાએ,આજન્મ સફળ પણથાય
………………એજ છે સંસારની સીડી,જે જીવને જીવનમાં સમજાય
========================================