સ્નેહ જ્યોત


 .                    .સ્નેહ જ્યોત

તાઃ૩/૧/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી ચાલતા પ્રેમને જીવનમાં,મળે સફળતાના સોપાન
ના માગણી કે કોઇ અપેક્ષાએ,ના આફત કદીય મેળવાય
………. એજ મહેંક માનવદેહની,જીવનમાં સ્નેહ જ્યોત પ્રગટી જાય.
આગમન જીવનુ માનવદેહથી,જ્યાં પરમાત્માની કૃપા થાય
કર્મની કેડી એ બંધન જીવના,જે સંબંધથી જીવને મળી જાય
ભક્તિ માર્ગની ઉજ્વળ કેડીએ,સાચી ભક્તિ પ્રેમથી થઈજાય
નિર્મળસ્નેહ એ કૃપા કુદરતની,જીવનીજ્યોત પ્રગટાવી જાય
………… એજ મહેંક માનવદેહની,જીવનમાં સ્નેહ જ્યોત પ્રગટી જાય.
સરળ જીવનની રાહ મળતા,મળેલ માનવ દેહ સાર્થક થાય
મળે જીવનમાં જ્યોતપ્રેમની,જલાસાંઇની ભક્તિએદોરીજાય
પ્રેમભાવના શ્રધ્ધાના સંગે,પાવન કર્મની કેડી જ આપી જાય
એજ પવિત્રભાવનાએ જીવતા,જીવનીજ્યોત સરળથઈજાય
…… એજ મહેંક માનવદેહની,જીવનમાં સ્નેહ જ્યોત પ્રગટી જાય.

########################################