પરખ નજરની


.                     .પરખ નજરની

તાઃ૪/૧/૨૦૧૫                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગળી પકડી ચાલતા જીવનમાં,અનેક અનુભવો  થઈ જાય
સમયની સમજ મનથી મેળવતા,અનુભવ વર્તનથી મેળવાય
………………એજ સાચી પરખ છે સમયની,જે જીવનમાં દોરી જાય.
માનવ જીવનની મહેંકપ્રસરે,જ્યાં પવિત્રરાહ જીવને મળી જાય
પ્રેમનીચાદર જીવનમાં પ્રસરતા,નિર્મળ માનવજીવન મળીજાય
અપેક્ષાની જ્યાં કેડી છુટે જીવનમાં,નિર્મળપ્રેમની પરખથઈજાય
માનવજીવન એ કૃપા પ્રભુની,જે અવનીએ આગમનથી સમજાય
………………..એજ સાચી પરખ છે સમયની,જે જીવનમાં દોરી જાય.
સત્કર્મને પકડી ચાલતા જીવને,સંત જલાસાંઇની કૃપા થઈ જાય
સંસારને પકડી ભક્તિરાહ પકડતા,ના કુકર્મ જવનમાં અડી જાય
ભક્તિભાવના સંગે જીવતા,કુટુંબને સતતસાચો પ્રેમ મળતોજાય
અંતરથી મળેલ પ્રેમની સાચીપરખ,જીવને અનુભવથીમળીજાય
………………..એજ સાચી પરખ છે સમયની,જે જીવનમાં દોરી જાય.

============================================