જીવનની ઝંઝટ


.                     .જીવનની ઝંઝટ

તાઃ૮/૧/૨૦૧૫                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતા માનવદેહ અવનીએ,પરમાત્માની પ્રેરણા થાય
કર્મબંધન જીવને જકડે,જે માનવીના વર્તનથી સમજાય
…….જીવને ઝંઝટ પળે પળ સ્પર્શે, એજ  કળીયુગી કાતર કહેવાય.
થયેલ કર્મના બંધન જીવના,અવનીના આગમને દેખાય
પામર પ્રેમની કેડી લઇને ચાલતા,તકલીફો ભાગતી જાય
અંતરમાં આનંદ ઉભરે નિરાળો,જ્યાં પરમાત્માકૃપા થાય
મળે ભક્તિ રાહ જીવને,જે કર્મના બંધનને દુર કરતી જાય
……..જીવને ઝંઝટ પળે પળ સ્પર્શે, એજ  કળીયુગી કાતર કહેવાય.
અવની પરના આગમને દેહને ,ઉંમરની સીડી સ્પર્શી જાય
સમયની કેડી છે નિરાળી,જલાસાંઇની  ભક્તિએ મેળવાય
નિર્મળ ભાવે જીવન જીવતા,કર્મની કેડી સરળ થતી જાય
સરળ રાહે જીવન જીવતા,જીવનની ઝંઝટ દુર ચાલી જાય
……..જીવને ઝંઝટ પળે પળ સ્પર્શે, એજ  કળીયુગી કાતર કહેવાય.
=====================================