ગુરૂદેવની કૃપા


Bhojalram

.                     .ગુરૂદેવની કૃપા

તાઃ૯/૧/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિરપુર ગામની શાન જગતમાં,એપવિત્ર ભક્તિએ દેખાય
જલારામની જ્યોત પ્રગટી,જ્યાં ગુરૂ ભોજલરામને વંદાય
…….એજ જલારામની ભક્તિકેડી,જે ગુરૂદેવની કૃપાએજ મળી જાય.
મળે પ્રેમ માબાપનો,ત્યાં જીવનો જન્મ પાવન થઈ જાય
જીવના આગમનને,પરમાત્માની અસીમકૃપા મળી જાય
ભક્તિરાહ મળે માબાપથી,જ્યાં સંતાનને સંસ્કાર અપાય
પવિત્રપ્રેમની ગંગા વહેતા,જીવનની જ્યોત પ્રગટી જાય
…….એજ જલારામની ભક્તિકેડી,જે ગુરૂદેવની કૃપાએજ મળી જાય.
અનેક જીવોને એ શાંન્તિ આપતા,જે અન્નદાનથી જ દેખાય
વિરબાઇમાતાના સંસ્કારી સાથે,જલારામ જગતમાં વંદાય
ભોજલરામની સાચી કૃપાએ,પવિત્ર જીવન રાહ મળી જાય
ઉજ્વળ જીવનનીરાહ મળે,જ્યાં પવિત્ર ગુરૂનીકૃપાથઈજાય
…….એજ જલારામની ભક્તિકેડી,જે ગુરૂદેવની કૃપાએજ મળી જાય.

++++++++++++++++++++++++++++++++++++