જ્ઞાન જ્યોત


.                      . જ્ઞાન જ્યોત

તાઃ૨૧/૧/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની પરમ કૃપાએ,જીવને પાવનરાહ મળી જાય
અંતરથી મળેલ પ્રેમે,જીવનની જ્ઞાન જ્યોત પ્રગટી જાય
…….નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં પ્રેમની ગંગા વહી જાય.
માનવ જીવનની મહેંક પ્રસરતા,મળેલ જન્મ સાર્થક થાય
પળે પળની સરળ કેડીએ જીવતા,ઉજ્વળ રાહ મળી જાય
અવની પરના આગમનને, કર્મના બંધનથી જ સમજાય
પવિત્ર કર્મની કેડીએ જીવતા,જલા સાંઇની કૃપા થઈ જાય
…….નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં પ્રેમની ગંગા વહી જાય.
સરળ જીવનની કેડી મળે,જ્યાં મોહ માયાથી  દુર જવાય
રામનામની પવિત્ર રાહે,મળેલ માનવ જીવન મહેંકી જાય
કુદરતની પરમ કૃપાએ જીવતા, ના ખોટી રાહ મળી જાય
અવની પરથી  વિદાય મળતા,જીવથી મુક્તિ માર્ગે જવાય
…….નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં પ્રેમની ગંગા વહી જાય.
=============================================