ભક્તિભોજન


.                         .ભક્તિભોજન

તાઃ૩૧/૧/૨૦૧૫                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ અને ભોજન પ્રેમથી કરતા,માનવજન્મ સફળ થઈ જાય
ના માગણી નાકોઇ અપેક્ષા અડકે,કે ના દવાખાનુય અડી જાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
અજબ શક્તિ છે ભક્તિમાં,જે સંત જલાસાંઈની કૃપાએ મેળવાય
ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં સમય સમજીને જીવન જીવાય
નામંદીરમસ્જીદ કેદેરાશરનીજરૂર,જ્યાંશ્રધ્ધાએ ઘરમાં પુંજાથાય
માનવજીવન સમજીને જીવતા,જીવનેમળેલ જન્મસફળ થઈજાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
મનુષ્યદેહની સમજણ છે સાચી,જ્યાં ઘરમાં પવિત્ર ભોજન થાય
દેખાવનીદુનીયાને આંબીલેવા,ના ખૌધરાગલીમાં ખાવાનું ખવાય
નાકોઇઆવે આફત કે તકલીફ દેહને,જ્યાં નિર્મળ જીવનને જીવાય
ભોજનભજનની એકજ છે શક્તિ,જે મળેલ માનવદેહથી્જ પરખાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++