ભટકતી કાયા


                         ભટકતી કાયા

તાઃ૨૬/૨/૨૦૧૫                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંધકાર ભરેલા જીવનમાં,સંગાથ કોઇનો મને નથી
હુ શોધુ છુ એ જીવનને,જેનો મુજ પર એક,ઉપકાર છે.(૨)
.                                                     ………..અંધકાર ભરેલા જીવનમાં.
માન મને અભિમાન અડે,ના જીવનમાં કોઇ સમજંણ મને
સુખ દુર થયું હું ભટકી રહ્યો,કળીયુગનીકેડીમાં,લટકી ગયો..હુ .(૨)
.                                                      ………..અંધકાર ભરેલા જીવનમાં.
મળી માયા મને મોહ અડકી ગયો.ના ભક્તિની કોઇ સાંકળ રહી
જીવન જકડાઈ ગયુ નાહાથમાં રહ્યુ,સંસ્કાર ભાવથી,ભટકી ગયો..હુ.(ર)
.                                                       ………..અંધકાર ભરેલા જીવનમાં.
=========================================

જગતની જ્યોત


.                          .જગતની જ્યોત

તાઃ૨૧/૨/૨૦૧૫                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યદેવના આગમનથી જગતમાં પ્રકાશ પથરાઈ જાય
સાહિત્ય જગતનીજ્યોત જગતમાં હ્યુસ્ટનથીપ્રસરી જાય
…એવા કલમપ્રેમી વિશ્વદીપભાઇ સાહિત્યજ્યોત પ્રગટાવી જાય.
આજકાલને ના આંબે કોઇ,કે ના જન્મદીવસથી છટકાય
૧૮મી ફેબ્રુઆરીએ જન્મદીન,જે ઉંમરે ભુતકાળ થતોજાય
અજબપ્રેમ મળે કલમપ્રેમીઓનો,જે કલમથીજ મેળવાય
સંગમળ્યો જ્યાં રેખાબેનનો,ત્યાં જીવન ઉજ્વળથઈજાય
…એવા કલમપ્રેમી વિશ્વદીપભાઇની જન્મદીને કૅક કપાઇ જાય.
સાહિત્ય સર્જકો મળે પ્રેમથી,જે નિર્મળ સ્નેહથી મેળવાય
આણંદમાં હો કે અમદાવાદમાં,કે પછી ભાવનગરમાંય હો
જગતમાં પ્રસરે સાહિત્યપ્રેમ,જે કલમપ્રેમીઓથીમળીજાય
કલમની કેડીસંગે પ્રેમ નિખાલસ,એસાચાપ્રેમથી મેળવાય
…એવા કલમપ્રેમી વિશ્વદીપભાઇની જન્મદીને કૅક કપાઇ જાય.

===================================================
.              .હ્યુસ્ટનની સાહિત્ય સરીતાની જ્યોત જગતમાં પ્રસરાવી નિખાલસતાનો સંગ રાખી ઉજ્વળ જીવનની રાહ દોરતા એવા શ્રી વિશ્વદીપભાઇને હ્યુસ્ટનનાકલમપ્રેમીઓ  સહીત પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ સહિત Happy Birthday

સંતાન સ્નેહ


.                       સંતાન સ્નેહ

તાઃ૨૦/૨/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળતાનો સંગ થઈ જાય
પામી પ્રેમ માબાપનો જીવતા,પાવનરાહ જીવનમાંમળી જાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.
જન્મ મળે જીવને અવનીએ,જે માબાપનો સાચો પ્રેમ કહેવાય
સંતાન બની ને સંગે રહેતા જીવને,માબાપનો પ્રેમ મળી જાય
મન કર્મ વચનને સાચવી જીવતા,સાચો ભક્તિમાર્ગ મેળવાય
અપેક્ષાના વાદળને આંબતા,સંત જલાસાંઇની કૃપા થઈ જાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.
લેખ લખેલ છે કર્મનુ બંધન,જે જીવના જન્મ મરણથી બંધાય
અવનીપરનુ આગમન છે બંધન,જે નિર્મળભક્તિએ છુટી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,પરમાત્માની અસીમકૃપા થઈ જાય
પરમપ્રેમની સાંકળ પકડાતા,માબાપને સંતાનસ્નેહ મળીજાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.

=========================================

હ્યુસ્ટનનુ ગૌરવ


.                        હ્યુસ્ટનનુ ગૌરવ

તાઃ 6/10/૨૦૧૪                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબકૃપા મા સરસ્વતીની,કલમની કેડી ઉજ્વળ કરી જાય
અનંતપ્રેમની વર્ષા  પામીને,જગતમાં સફળતા આંબી જાય
.                     …………………..અજબકૃપા મા સરસ્વતીની.
શીતળ શબ્દોનો સાથ મેળવી,કલમ પ્રેમીઓને એ પ્રેરી જાય
દેવિકાબેનની શીતળ કલમકેડી,જગતમાં સન્માન પામી જાય
સાહિત્ય સરિતાને હ્યુસ્ટનમાં લાવી,કલમપ્રેમીઓને દોરી જાય
એવા પ્રેમાળ નિખાલસ બેન,ઉજ્વળ જીવન લઈને એ હરખાય
.                    ……………………અજબકૃપા મા સરસ્વતીની.
જ્યાંજ્યાં વસે ગુજરાતી જગતમાં,શીતળ શબ્દોને એવાંચી જાય
કલમનો સંગાથ અનેરો બેનનો,વાંચી નવીનભાઇને આનંદથાય
પ્રદીપને મળે પ્રેરણા કલમની,એજ તેમની ઉજ્વળ કેડી કહેવાય
અનંત કૃપા મેળવી માતાની,કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
.                    ……………………અજબકૃપા મા સરસ્વતીની.
************************************************************
.          હ્યુસ્ટનમાં વસતા ગુજરાતી ભાષા ચાહકોને શ્રીમતી દેવિકાબેનની કલમ
માતા સરસ્વતીની કૃપાનો સાથ આપી પ્રેરણા આપે છે જે કલમની કેડીને યોગ્ય
માર્ગે લઈ જાય છે.સન્માનની શીતળ કેડી એજ તેમની લાયકાત છે જે સાહિત્ય
સરિતાને  વહેવડાવે છે.જે લેખકોને પ્રેરણા આપી હ્યુસ્ટનમાં ગુજરાતી ભાષાની
જ્યોત પ્રગટાવે છે.

લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલમ પ્રેમીઓના અભિનંદન સહિત
.       શ્રીમતી દેવિકાબેનને જય જલારામ અને જયશ્રી કૃષ્ણ.
———————————————————————————-

પ્રેમનીપરખ


.                     .પ્રેમની પરખ

તાઃ૧૭/૨/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રેમ જગતમાં પ્રસરી રહ્યો છે,જીવનમાં એ મળી જાય
પ્રેમ પારખી સંગાથ રાખતા,ના તકલીફ કોઇ મેળવાય
…………એવી અજબલીલા અવિનાશીની,પાવનરાહે સમજાય.
મળે જીવનેપ્રેમ જીવનમાં,જે અંતરમાં આનંદઆપીજાય
પ્રેમ નિખાલસ એજ સાચો,માનવતા એ મહેંકાવી જાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,જે અંતરથી મળી જાય
ના અપેક્ષાના વાદળવરસે,કે નાકોઇ તકલીફ મેળવાય
………….એવી અજબલીલા અવિનાશીની,પાવનરાહે સમજાય.
કળીયુગ કેરી ચાદરઓઢીને,દેખાવથીવ્હાલ દેખાડીજાય
એજ કાતર બને જીવનમાં,ત્યાં જીવ તકલીફ્માં ઘેરાય
સાચો પ્રેમ એ નિર્મળ છે,જે પ્રેમાળ મિત્રોથી મળી જાય
કેડી મળતા મિત્રોથી,હ્યુસ્ટનમાં સાહિત્ય સરીતા વહીજાય
…………..એવી અજબલીલા અવિનાશીની,પાવનરાહે સમજાય.
========================================

 

 

મહાશિવરાત્રી


Shivji bhole

 

.                          .મહાશિવરાત્રી 

તાઃ૧૭/૨/૨૦૧૫                           પ્રદીપ બ્રહ્મભટ્ટ્  

જગતપિતા શ્રી ભોલેનાથની આજે,મહા શિવરાત્રી ઉજવાય
પ્રેમની પાવનકેડી દેતા પિતાને,આજે શ્રધ્ધાએ વંદન થાય
…ઑમ નમઃ શિવાયના સ્મરણથી માત્રથી,પિતાની કૃપા મળી જાય.
હરહર ગંગે મહાદેવ સંગે વંદન કરતાં,ભક્તિ ઉજ્વળ થાય
માતા પાર્વતીજીની અસીમકૃપાએ,મળેલ જન્મસાર્થકથાય
કૃપા મળે માબાપની જીવને,જ્યાં શ્રી ગણપતિ પુંજા થાય
ગં ગણપતયે નમઃના સ્મરણે,જીવથી અજબકૃપા મેળવાય
…એવા ગજાનંદના પિતા શ્રી ભોલેનાથની આજે શિવરાત્રી ઉજવાય.
ધુપદીપ સંગે વંદન કરતા,શિવલીંગે દુધથી અર્ચના થાય
પાવનકર્મની કેડી લેવા,પંચામૃતથી પાવનચરણને ધોવાય
રુદ્રાભિશેકની પવિત્ર સેવાએ,જીવનની ઝંઝટોય ભાગી જાય
પવિત્રદીનની સાચીરાહે રહેતા,માતાપિતાનો પ્રેમમળીજાય
…પવિત્ર જીવન ભક્તિએ જીવતા,જીવને અંતે મુક્તિરાહ મળી જાય.
અજબશક્તિધારી પિતા શીવજી,ને માતા પાર્વતીજી પ્રેમાળ
પુત્ર ગજાનંદ છે ભાગ્યવિધાતા,કર્મના બંધનથીજ તેડી જાય
અવનીપરનુ આવન જાવન,જીવને સાચીભક્તિએ મળીજાય
મોહમાયાના સ્પર્શે જીવને.ત્યાંજ સાચી ભક્તિરાહનીકૃપાથાય
…ઑમ નમઃ શિવાયના સ્મરણથી માત્રથી,પિતાની કૃપા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++

જીવનની સરગમ


.                     .જીવનની સરગમ

તાઃ૨૬/૫/૭૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની સરગમ એવી(૨),જાણે ફરતા આ પૈડા
ક્યાં અંત છે એનો કેવો(૨),ક્યારે આવે તેના તેડા
 .                                              ………જીવનની સરગમ એવી.
મઝધાર મહી સથવાર નહી,ત્યાં સાથ છે તારો મીઠો(૨)
આ અગનમનિગમના જીવનમાં,સંગાથ મનેછે તારો(૨)
ઓ તરસ્યા પંખી તારી એ મંજીલનો છેલ્લો મુકામ જો
 .                                              ………જીવનની સરગમ એવી.
સંસાર મહી સહવાસ નહીં,ત્યાં માયામોહ નાઅડકે (૨)
નાપ્રેમ મળે નાહાથ સહે,ના જ્યોત જીવનની પ્રગટે(૨)
ઓ તરસ્યા પંખી તારી એ મંજીલનો છેલ્લો મુકામ જો
.                                               ………જીવનની સરગમ એવી.
=======================================

સંસારી સ્નેહ


.                          .સંસારી સ્નેહ

તાઃ૧૩/૨/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલ એ બંધનછે દેહના,જગતના જીવનથી મેળવાય
પ્રેમની પાવનકેડી મળે જીવને,સંસારી સ્નેહથી મળી જાય
…………..એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
મળેલ માનવદેહ અવનીએ,કરેલ કર્મના બંધનથી સંધાય
આગમન વિદાય એ દેહના બંધન,જે જન્મમૃત્યુથી દેખાય
ભક્તિપ્રેમની શીતળકેડી પકડતા,જીવથીસત્કર્મ થઈ જાય
શ્રધ્ધા ભાવના એ રાહ સાચી,જીવને મુક્તિમાર્ગેદોરી જાય
……………એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
માતાપિતાના નિર્મળપ્રેમથી,સંતાનને જીવનરાહ મળીજાય
સંસ્કારસાચવી જીવનજીવતા,જીવનુ આગમન ઉજ્વળથાય
મોહમાયાની રાહ છુટતા,પવિત્રકર્મનીરાહ જીવથી મેળવાય
સંસારી સંબંધ સાચવી રહેતા,દેહને સંસારી સ્નેહ મળી જાય
……………..એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
======================================

 

લગ્નપ્રસંગ


.                        લગ્નપ્રસંગ

તાઃ૧૫/૨/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

રાંદલમાની અસીમકૃપાએ,પવિત્રરાહ જીવનમાં મળી જાય
પ્રફુલ્લાબેનની વ્હાલી સ્નેહાને,આજે જીવનસાથી મળી જાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમાર થઈ જાય.
ભક્તિરાહને પકડી ચાલતા,જીવનમાં માતાની કૃપા થઈ જાય
મળેલપ્રેમ માબાપનો સાચો,સંતાનને ઉજ્વળરાહ આપી જાય
રોહિતભાઇની સાચીરાહે,દીકરા ધ્રુવને માનસન્માન મળીજાય
માતા ભારતીબેનના આશિર્વાદે.જીવનમાં સંસ્કાર સાચવીજાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમાર થઈ જાય.
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,દીકરી સ્નેહાને સાચી રાહ મળીજાય
કુદરતની એ અસીમકૃપા,જે માબાપના સાચાપ્રેમથી મેળવાય
બહેન પુંજાના સાચાપ્રેમસંગે બનેવી પ્રદીપકુમાર પણ હરખાય
વરસેપ્રેમનીવર્ષા  ભાઈહાર્દિકની,આવેલ સગાસંબંધીથીદેખાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમાર થઈ જાય.
અસીમકૃપા જલાસાંઇની,જે પ્રદીપરમાના આગમનથી લેવાય
હ્યુસ્ટનથીઆવી પ્રસંગમાં હાજરીઆપતા,સૌને આનંદ થઇજાય
પરમકૃપા પરમાત્માની નવદંપતિ પર થાય એજ છે આશિર્વાદ
મોહમાયાના સ્પર્શે જીવનમાં,જે મળેલ જીવન પાવન કરી જાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમાર થઈ જાય.

=+++++++++++++++++++++++++++++++++++++++++++++++++=
.                .ચી સ્નેહાના લગ્ન ચી. ધ્રુવકુમાર સાથે આજે  થઈ રહ્યા છે.જે પ્રસંગમાં
હાજર રહેવા રાંદલમાતાની કૃપા થતાં અને ચી.પુંજાના પ્રેમથી અમને હ્યુસ્ટનથી આવી
પ્રસંગને માણવાની તક મળી તે લગ્ન પ્રસંગની યાદ રૂપે આ લખાણ સપ્રેમ
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને રમા બ્રહ્મભટ્ટ તરફથી જય રાંદલમા અને જય જલારામ સહિત ભેંટ.

====================================================

સાચો વિશ્વાસ


.                              .સાચો વિશ્વાસ

તાઃ૧૦/૨/૨૦૧૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,ને જીવને પાવનરાહ મળી જાય
ઉજ્વળજીવનએ વિશ્વાસ જીવનો,સાચીશ્રધ્ધાએ મળીજાય
………એજ જીવની નિર્મળતા,જીવને સાચીશ્રધ્ધાએ મળી જાય.
ભક્તિજ્યોતની નિર્મળરાહ મળે,પવિત્રકર્મ જીવનમાં થાય
મમતામાયાને મોહ છોડતા,જીવનમાં શાંન્તિય મળી જાય
જલાસાંઇની નિર્મળ ભક્તિએ,શ્રીભોલેનાથનીકૃપા થઈજાય
એજ સાચી ભક્તિ છે,અને એને જ સાચો વિશ્વાસ કહેવાય
………..જે જીવને નિર્મળ રાહ દઈ,પાવનકર્મ પણ કરાવી જાય.
જન્મથી મળતીકાયા અવનીએ,માબાપનોએ પ્રેમ કહેવાય
મળેલ પ્રેમ અને સંસ્કાર જીવને,સાચીરાહ પણ આપી જાય
અનંતકોટી બ્રહ્માન્ડની કૃપાએ,જન્મમરણની સાંકળછુટીજાય
મળેલ જન્મને સાર્થક કરતા,આવતી આફત દુર ભાગીજાય
……….એજ ભક્તિની પવિત્રકેડી,અંતે માનવતા મહેંકાવી જાય.
=====================================