લગ્નપ્રસંગ


.                        લગ્નપ્રસંગ

તાઃ૧૫/૨/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

રાંદલમાની અસીમકૃપાએ,પવિત્રરાહ જીવનમાં મળી જાય
પ્રફુલ્લાબેનની વ્હાલી સ્નેહાને,આજે જીવનસાથી મળી જાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમાર થઈ જાય.
ભક્તિરાહને પકડી ચાલતા,જીવનમાં માતાની કૃપા થઈ જાય
મળેલપ્રેમ માબાપનો સાચો,સંતાનને ઉજ્વળરાહ આપી જાય
રોહિતભાઇની સાચીરાહે,દીકરા ધ્રુવને માનસન્માન મળીજાય
માતા ભારતીબેનના આશિર્વાદે.જીવનમાં સંસ્કાર સાચવીજાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમાર થઈ જાય.
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,દીકરી સ્નેહાને સાચી રાહ મળીજાય
કુદરતની એ અસીમકૃપા,જે માબાપના સાચાપ્રેમથી મેળવાય
બહેન પુંજાના સાચાપ્રેમસંગે બનેવી પ્રદીપકુમાર પણ હરખાય
વરસેપ્રેમનીવર્ષા  ભાઈહાર્દિકની,આવેલ સગાસંબંધીથીદેખાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમાર થઈ જાય.
અસીમકૃપા જલાસાંઇની,જે પ્રદીપરમાના આગમનથી લેવાય
હ્યુસ્ટનથીઆવી પ્રસંગમાં હાજરીઆપતા,સૌને આનંદ થઇજાય
પરમકૃપા પરમાત્માની નવદંપતિ પર થાય એજ છે આશિર્વાદ
મોહમાયાના સ્પર્શે જીવનમાં,જે મળેલ જીવન પાવન કરી જાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમાર થઈ જાય.

=+++++++++++++++++++++++++++++++++++++++++++++++++=
.                .ચી સ્નેહાના લગ્ન ચી. ધ્રુવકુમાર સાથે આજે  થઈ રહ્યા છે.જે પ્રસંગમાં
હાજર રહેવા રાંદલમાતાની કૃપા થતાં અને ચી.પુંજાના પ્રેમથી અમને હ્યુસ્ટનથી આવી
પ્રસંગને માણવાની તક મળી તે લગ્ન પ્રસંગની યાદ રૂપે આ લખાણ સપ્રેમ
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને રમા બ્રહ્મભટ્ટ તરફથી જય રાંદલમા અને જય જલારામ સહિત ભેંટ.

====================================================