લેવા આવજો


.                   .લેવા આવજો

તાઃ૯/૩/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

લેવા આવજો પ્રેમથી અમને,મળેલપ્રેમ લાવી રહ્યો છે તહીં
સમયસમય નાસંકડાય જીવનમાં,લાવી રહ્યો છે પાછા ભઈ
.         ………………તેથી પકડી પ્રેમની કેડીને તમે આવજો વ્હેલા ભઈ.
પવિત્રપ્રેમની રાહ મળી મને,જ્યાં સાહિત્યસરીતા વહેતી થઈ
અસીમકૃપા મા સરસ્વતીની,જે અનેક થકી અમને મળી ગઈ
ના માગણી ના દેખાવ સ્પર્શ્યો,કે ના કોઇ અપેક્ષા અમને થઈ
સરળ જીવનની રાહ મળી હ્યુસ્ટનમાં,માનવતા મહેંકતી થઈ
.         ………………તેથી પકડી પ્રેમની કેડીને તમે આવજો વ્હેલા ભઈ.
વ્હાલા મારા સ્નેહીજનો  જ છે,જે માન સન્માન મેળવે છે ભઈ
ઉજ્વળ જીવનની રાહ સંગે,પરદેશમાં પ્રેમ લઈ રહ્યા છે અહીં
સાહિત્ય સરીતાના પવિત્ર પાણીથી,ગંગા વહેવડાવી છે ભઈ
પ્રેમજ્ તમારો ઉજ્વળ છે ,જે અમને પરત લાવી રહ્યો છે તહીં
.         ………………તેથી પકડી પ્રેમની કેડીને તમે આવજો વ્હેલા ભઈ.

==========================================
.                  .હ્યુસ્ટનની સાહિત્ય સરીતાનો પ્રેમ અંતે અમને પરત લાવી રહ્યો છે.
જે મને અંતરનો આનંદ આપીને મારા વ્હાલા સરસ્વતીમાના સંતાનોનો પ્રેમ અને
પ્રસંગ આપી ઉજ્વળ સંગાથથી આનંદ દઈ દેશે જે મારો વિશ્વાસ અને સાચો નિર્મળ
પ્રેમ સાચવી રાખશે.
ગુજરાતી  સાહિત્ય સરીતાના સૌ કલમપ્રેમીઓને પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.

સુખદુઃખનો સંગાથ


.                       .સુખદુઃખનો સંગાથ

તાઃ૯/૩/૨૦૧૫                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર જીવનનીરાહ મળે જીવને,જ્યાં નિર્મળભક્તિ થાય
સુખની શીતળ કેડીને પામતા,દુઃખનો દરીયો ભાગી જાય
.       ………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.
દેહ મળે જ્યાં માનવનો જીવને,અવનીએ આગમન દેખાય
માતાપિતાની સ્નેહાળ રાહે,જીવને અનંત શાંન્તિ મળીજાય
પ્રેમની સાચી પરખ ભક્તિથી,જે જીવને સદમાર્ગે દોરી જાય
અવનીપરનુ આગમન કૃપાથી,જીવને આગમનથીસમજાય
.       ………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.
અનંત કૃપાળુ છે અવીનાશીની,જીવથી થતા કર્મથી દેખાય
સાચી ભક્તિનો સંગ અંતરથી,જે જીવનમાં સુખથી મેળવાય
અડે જીવને મોહમાયા  કળીયુગી,ત્યાં દુઃખ આવીને મળી જાય
નાઅપેક્ષા નાઅભિમાન અડે,ત્યાં સુખદઃખનો સંગાથ સમજાય
.       …………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.

===========================================