સ્નેહની સાંકળ


.                   .સ્નેહની સાંકળ

તાઃ૧૮/૩/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવનમાં સ્નેહની સાંકળ,પાવન રાહ મળી જાય
મોહમાયાની સાંકળ ભાગતા,જીવને શાંન્તિ મળી જાય
………..નિર્મળ પ્રેમની એક જ કેડીએ,જન્મ સફળ થઈ જાય.
કુદરતની આ અસીમલીલા,કર્મના બંધનથી મેળવાય
શાંન્તિનો સહવાસ જીવનમાં,સત્કર્મોથી જ મળી જાય
કામનામનો નામોહસ્પર્શે,જ્યાંજલાસાંઇની ભક્તિ થાય
માયા ભાગે કળીયુગની,જ્યાં મોહને જીવનમાં તોડાય
………એવી નિર્મળ પ્રેમની કેડી,જીવનો જન્મ સફળ કરી જાય.
આવી આંગણે સુખદુઃખ સ્પર્શે,સાચી ભક્તિએ જ બચાય
પ્રેમ મળે માબાપનો સંતાનને,ના અપેક્ષા કોઇ અથડાય
આશીર્વાદની એક જ રાહે,જીવને રાહ સાચી મળી જાય
પરમાત્માની એકજ કૃપાએ,જીવના કર્મબંધન તુટી જાય
………એવી નિર્મળ  ભક્તિ કરતા,આ જન્મ સફળ થઈ જાય.
==============================================