સ્મરણ સીતારામ


sitaram

.                     સ્મરણ સીતારામ

તાઃ૩૦/૩/૨૦૧૫                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી ભજી લેજે શ્રી રામ,તારા પુરણ થશે સૌ કામ
ઘરમાં સ્મરી લેજે સીતારામ,અંતે મળશેમુક્તિધામ
.                   ……………………મનથી ભજી લેજે શ્રી રામ.
ભક્તિમાર્ગની નિર્મળ કેડી,સાચી શ્રધ્ધાએ મળીજાય
માનઅપમાનને છોડી દેતાંજ,આજીવન મહેંકી જાય
કળીયુગની કાતર છે એવી,જે સાચી ભક્તિકાપીજાય
દેખાવની દુનીયા આંબવા,જલાસાંઇની ભક્તિ થાય
.                   ……………………મનથી ભજી લેજે શ્રી રામ.
નિર્મળજીવનની જ્યોતપ્રગટે,જ્યાં સીતારામભજાય
કુદરતની એજ અસીમ કૃપા છે,જે સદમાર્ગે લઈ જાય
ભક્તિ ભાવને નિખાલસ રાખી,શ્રી રામની ભક્તિથાય
ના સંસારની ચાદર ઢંકાય,કે ના મોહમાયા અથડાય
.                   ……………………મનથી ભજી લેજે શ્રી રામ.

***************************************************************