પવિત્ર જીવન


.                     .પવિત્ર જીવન

તાઃ૨૮/૪/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવન સંગે શાંન્તિ મળે,જ્યાં નિર્મળતાને સચવાય
પરમાત્માની એકજ કૃપાએ,માનવ જન્મ સફળ થઈ જાય
……….એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
તનને મળતી માયા માનવીને,અવની પર ભટકાવી જાય
અપેક્ષાના વાદળઘેરાતા,આફતો ડગલેપગલે મળતીજાય
કર્મબંધન ના છુટે માનવીના,જે બંધને જીવ જકડાઈ જાય
શાંન્તિ અશાંન્તિ આવે ને જાય,જ્યાં જીવ કળીયુગે ભટકાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
શ્રધ્ધા અને વિશ્વાસથી,જીવને અવનીએ સંબંધ મળી જાય
માનવજીવનમાં નિર્મળતા મળે,જ્યાં ભક્તિ નિખાલસ થાય
અતિદયાળુ પરમાત્મા છે,જે  સાચીભક્તિએજીવને સમજાય
મળે જીવનમાં શાંન્તિસઘળી,જે મળેલજન્મ પાવન કરીજાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.

======================================

મળે માબાપનો પ્રેમ


.                  મળે માબાપનો પ્રેમ

તાઃ૨૮/૪/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માબાપનો પ્રેમ સંતાનને,જ્યાં સંસ્કાર સાચવીને  જીવાય
ઉજ્વળરાહ મળે જીવનમાં,જ્યાં માબાપના આશિર્વાદમેળવાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.
કર્મબંધન એ છે જીવનો સંબંધ,જીવને જન્મમૃત્યુથી  જ દેખાય
કરેલકર્મની કેડી છે બંધન,જીવને અવનીએ દેહ મળે સમજાય
મળેલ મોહમાયા એજ છે સીડી,જે જીવને ઉપરનીચે લઈજાય
અવનીપર આવી કરેલ કર્મ,એજન્મમરણના સંબંધે  સમજાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.
માન સન્માન કર્તા માબાપના,પ્રેમે આશિર્વાદની વર્ષા થાય
આફત લાફત દુર જ ભાગે,જ્યાં મળેલ જીવન નિર્મળ જીવાય
મારૂ તારૂની માયા છુટતા,ના જીવનમાં આફત કોઇ મેળવાય
જલાસાંઇની કૃપામળેજીવને,જેમાબાપના આશિર્વાદ કહેવાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++++

વાણી વર્તન


.                      વાણી વર્તન

તાઃ૨૮/૪/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં આવી જીવનમાં વ્યાધી,ત્યાં વાણી બદલાઈ ગઈ
મળી લાગણીમોહની તાપણીએ,આજીંદગી ઝપટાઈ ગઈ
………………એજ છે આ કળીયુગી કાકડી,જે લાકડી બની ગઈ.
સરળ જીવનમાં પ્રેમ મળે,જ્યાં માબાપની કૃપાઓ થઈ
પામર જીવને રાહ મળે,જ્યાં નિખાલસ પ્રેમમળતો ભઈ
ઉજ્વળતાની કેડી મળે,જ્યાં વડીલને વંદન કરતા જઈ
આશિર્વાદની એકજ પળે,પાવનજીવન મળી જતું અહીં
……………..એજ સુર્યદેવની કૃપા,જે જીવને રાહ આપે છે અહીં.
પરમેશ્વરની પરખ અનેક.જે જીવને શ્રધ્ધાએ સમજાય
અંતરથી કરેલ પ્રાર્થનાએ,જલાસાંઇની કૃપા મળી જાય
અવનીપર આવનજાવન,સુર્યદેવના ઉદયઅસ્તે દેખાય
કૃપા મળે સુર્યદેવની જીવને,જ્યાં પ્રભાતે અર્ચનાથાય
………..એજ કૃપા અવિનાશીની,જે માનવીને સમજે સમજાય.

**********************************************************

પ્રેમની પકડ


.                     .પ્રેમની પકડ

તાઃ૨૪/૪/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પકડી જીવન જીવતા,ના સમય કોઇ સમજાય
આવી પ્રેમ મળે જેમોહથી,એ જીવનને જકડી જાય
…….એજ પ્રેમ કળીયુગનો અવનીએ,કર્મનીકેડીથી જકડી જાય.
અવનીપરનુ આગમન છે બંધન,ના જીવથીછટકાય
શીતળરાહને પામવા કાજે,શ્રધ્ધા એજ ભક્તિ થાય
માનવજીવન એકૃપા પ્રભુની,જે અવનીએ મેળવાય
કર્મની કેડીને સમજી ચાલતા,પાવનરાહ મળી જાય
…….એજ પ્રેમ કળીયુગનો અવનીએ,કર્મનીકેડીથી જકડી જાય.
મોહમાયાને તગેડી ચાલતા,ના આફત કોઇ અથડાય
સરળ જીવનમાં શાંન્તિમળે,જ્યાં જલાસાંઇનીકૃપાથાય
સુર્યનારાયણના દર્શન થાય,જ્યાં પ્રભાતે અર્ચનાથાય
નિર્મળભાવે જીવનજીવતા,પ્રભુની અસીમકૃપા થઇજાય
…….એજ પ્રેમ કળીયુગનો અવનીએ,કર્મનીકેડીથી જકડી જાય.

===========================================

સેવાનુ ફળ


.                       .સેવાનુ ફળ

તાઃ૨૪/૪/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલ સેવા જીવને,અનંત શાંન્તિ આપી જાય
પ્રેમભાવના રાખી કરતાં,મળેલ દેહ પાવન થઈ જાય
…………એજ સાચી સેવા છે,જે અપેક્ષાઓને ભગાડી જાય.
માનવજીવન છે કૃપા પરમાત્માની,સત્કર્મે દોરી જાય
પાવનરાહ જીવનમાં મળતા,જલાસાંઇની સેવા થાય
આવી કૃપા મળે જીવને,જ્યાં શ્રધ્ધાએજ ભક્તિ થાય
કર્મના બંધન એ કેડી છે જીવની,ના કોઇથી છટકાય
…………એજ સાચી સેવા છે,જે અપેક્ષાઓને ભગાડી જાય.
સેવા એસન્માન છે જીવનુ,સાચી લાગણીએ મેળવાય
અંતરથી કરેલ વડીલની સેવા,જીવ શાંન્તિએ દોરાય
મળે જ્યાં આશિર્વાદ અંતરથી,કર્મ પાવન દઇ જાય
કરેલ સેવાના આશીર્વાદે,જીવને મુક્તિમાર્ગ મળીજાય
…………એજ સાચી સેવા છે,જે અપેક્ષાઓને ભગાડી જાય.
++++++++++++++++++++++++++++++++

માયા લાગી


.                      .માયા લાગી

તાઃ૧૯/૪/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગી જીવને અવનીએ,કર્મનીકેડી મળી જાય
અવનીપરનુ આવનજાવન,એજન્મમરણ દઈ જાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.
મળે કાયા જીવને જગતમાં,જે દ્રષ્ટીથી દેખાઈ જાય
પ્રાણી,પશુ કે માનવ બને,જે કર્મબંધનથી મેળવાય
પરમાત્માની અજબલીલા,ના કોઇથીય સમજાવાય
કર્મની કેડી શીતળ બને,જ્યાં માયાથીજ દુર રહેવાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.
મળે પ્રેમ માબાપનો સંતાનને,જે જગેદેહ આપી જાય
સરળતાનો સંગ રાખવા જીવથી,ભક્તિકેડીને પકડાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
માયાછુટે ને મોહભાગે,એ જીવને મુક્તિમાર્ગેદોરી જાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.

=======================================

પ્રેમ ગંગા


.                     પ્રેમ ગંગા

તાઃ૧૮/૪/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમપ્રેમની ગંગા વહેતા,માનવમન મલકાય
ઉજ્વળકેડી પ્રેમની મળતા,જીવન સુધરી જાય
……એવુ નિર્મળજીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.
અવનીપરનુ આગમન,એ જીવનુ જીવન કહેવાય
કેડી ઉજ્વળ મળે જીવને,જ્યાં નિર્મળતા સહેવાય
અહીં તહીંની માયા છેડતા,પાવનરાહ મળી જાય
રામનામની માળાજપતા,જીવનેશાંન્તિ સ્પર્શી જાય
…….એવુ નિર્મળજીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.
મળે જીવને માનવદેહ,જે કર્મની કેડી આપી જાય
કરેલ કર્મએ બંધન જીવના,મુક્તિમાર્ગે દોરી જાય
અપેક્ષાના વાદળથી છુટતા,ના બંધનકોઇ મેળવાય
અંતે જીવને રાહ મળે,જ્યાં પરમાત્માની કૃપા થાય
…….એવુ નિર્મળજીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.

++++++++++++++++++++++++++++++++++