ગોકુળની ગોપીઓ


Gopal Krishna

 

.                 .  ગોકુળની ગોપીઓ

તાઃ૧૯/૬/૨૦૧૫                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃષ્ણકૃષ્ણ ગોપાલકુષ્ણ,વૃદાવનમાં ગોપીઓને સંગેછે કૃષ્ણ
રાસની રમઝટ રમે શ્રી કૃષ્ણ,રાધાની સંગે ઘુમે છે કૃષ્ણ
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.
ગોકુળનો છે એ ગોવાળીઓ,ને દ્વારકાના એ દ્વારકાધીશ
અજબ લીલા એજગતપિતાની,અવનીએ દેહ ધરી જાય
રાધા રાધાનુ રટણ કરતા જ,વૃદાવનમાં એ ઘુમી જાય
એ જ લીલા છે જગતપિતાની,માનવદેહ એ ધરી જાય
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.
કૃષ્ણ કનૈયો વ્હાલો સૌને,રાસ રમે એ ગોપીઓની સંગે
પ્રેમ નિખાલસ પામી લેતા,ઉજ્વળરાહ જીવનમાં લેતા
વાંસળી વાગતા પ્રેમ વર્ષે,ત્યાં પ્રભુપ્રેમની જ્યોતદીપે
ભક્તિભાવથી ગરબે ધુમતા,વૃદાવનમાંએરમઝટ કરતા
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.

*************************************************

 

માગેલો પ્રેમ


.               .  માગેલો પ્રેમ

તાઃ૨૯/૬/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

આદર પ્રેમને આંબે છે જીવ,જ્યાં નિખાલસતા સચવાય
મળે જીવનમાં સાચો પ્રેમ,જે નિર્મળ જીવનથી સમજાય
………..એ જ પરમાત્માની  દ્રષ્ટિ,જે પવિત્રરાહથી મેળવાય. શાંન્તિનો સંગાથ મેળવવા,જીવનમાં અપેક્ષાઓ રખાય
માગણીપ્રેમની અપેક્ષાએ કરતા,ના ઉજ્વળતા મેળવાય
સુર્યદેવની શીતળસવારે,દેહની પ્રભાત ઉજ્વળ થઈજાય
પ્રભાતે પ્રેમથી દર્શનકરતાં,મળેલ દેહનેપાવન કરી જાય
………..એ જ પરમાત્માની  દ્રષ્ટિ,જે પવિત્રરાહથી મેળવાય. કર્મનીકેડી શીતળબને,જ્યાં સંત જલાસાંઈની ભક્તિ થાય
અનેક જીવોને શાંન્તિઆપતા,મળેલ જન્મસફળ થઈ જાય
કૃપાની સાચીકેડી મેળવતા,નામાગણી કોઇ પ્રેમની રખાય નિર્મળપ્રેમની વર્ષાથતા,મળેલ જન્મમાંદેહને આનંદ થાય
………..એ જ પરમાત્માની  દ્રષ્ટિ,જે પવિત્રરાહથી મેળવાય. ====================================

નિખાલસ


.                      . નિખાલસ

તાઃ૨૬/૬/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની ગંગા વહે  જીવનમાં,જ્યાં નિર્મળ જીવન જીવાય
નાઅપેક્ષા કે માયા રહે,ત્યાં નિખાલસ જીવન મળી જાય
…….એજ માનવતાની કેડી છે સાચી,જ્યાં સરળ જીવન જીવાય.
મળે માબાપનો પ્રેમ સંતાનને,જે કર્મની કેડીએ લઈ જાય
અસીમકૃપા મળે જલાસાંઈની,સાચો ભક્તિમાર્ગ દઈ જાય
અનંત પ્રેમની વર્ષા થાય,જ્યાં સાચા કલમપ્રેમી મળીજાય
શબ્દે શબ્દને પારખીલખતા,ઉજ્વળસંગાથ પણ મળી જાય
…….એજ માનવતાની કેડી છે સાચી,જ્યાં સરળ જીવન જીવાય.
લાગણી એ તો છે નિખાલસતા,જે અંતરથી જ નીકળી જાય
ના એમોહમાયાની ચાદર છે,કે ના અભિમાનની કોઇ જ્યોત
મળે પ્રેમથી સંગાથ જીવનમાં,જ્યાં નિર્મળકેડી એજ જીવાય
મળેલ દેહને પાવનરાહથી જીવતા,અનંત શાંન્તિ મળીજાય
………એજ માનવતાની કેડી છે સાચી,જ્યાં સરળ જીવન જીવાય.

======================================

દુર્ગાષ્ટમી


Ma Durgastami

.                      . દુર્ગાષ્ટમી

તાઃ૨૪/૬/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા દર્શન કરતાં,મને અનંત આનંદ મળી જાય
દુર્ગામાની કૃપા મળતી,જ્યાં માતાના દર્શન પ્રેમે થાય
………..એવો આજે પવિત્ર દીવસ છે,જે દુર્ગાષ્ટમી કહેવાય.
શ્રધ્ધા રાખી વંદન કરતા,માતાની અનંત પ્રેરણા થાય
સુખશાંન્તિના દ્વાર ખુલે,પ્રદીપને પાવનરાહ મળી જાય
ૐ રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા,સ્મરણ પ્રેમથી થઈજાય
મળે જીવને શાંન્તિ અનેરી,જે માતાની કૃપા જ કહેવાય
………..એવો આજે પવિત્ર દીવસ છે,જે દુર્ગાષ્ટમી કહેવાય.
ભક્તિમાર્ગને પકડી ચાલતા,જીવોનુ મા રક્ષણ કરી જાય
ના અપેક્ષાની કોઇ આશા રહે,જ્યાં માતાના  દર્શન થાય
અનંત શાંન્તિ સ્પર્શે દેહને,જીવને મુક્તિ માર્ગે દોરી જાય
પવિત્ર ધર્મની સાચી રાહે,માતાનુ મંદીર પણ મળી જાય
………..એવો આજે પવિત્ર દીવસ છે,જે દુર્ગાષ્ટમી કહેવાય.

************************************************
આજે દુર્ગાષ્ટમીના પવિત્રદીવસે માતા દુર્ગાને લાખો વંદન સહિત
પ્રણામ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના પરિવાર સહિત માદુર્ગાને વંદન.

જીવનીકેડી


.                       .જીવનીકેડી

તાઃ૨૪/૬/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે અવનીએ જીવને,કર્મની કેડીએ બંધાય
આવન જાવન જકડે જીવને,ના કોઇથીય છટકાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.
દેહ મળતા જીવને ધરતીપર,સંબંધો જકડી જાય
કરેલ કર્મ એજ કેડી જીવની,જે અનુભવે સમજાય
આજકાલ ના અંબાય કોઇથી,કે ના કોઇથી છુટાય
મળે માયાને મોહ દેહને,જે કળીયુગમાં અડી જાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.
મળેલ માનવદેહ  જીવને,સાચીભક્તિએ સચવાય
નિર્મળ જીવન રાખી જીવતા,ના આફતો અથડાય
આવીઆંગણે પ્રભુકૃપામળે,જ્યાં જલાસાંઇ ભજાય
નાકોઇ કળીયુગની ચાદર અડે,નામાયા અડીજાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.

+++++++++++++++++++++++++++++++++++++++++

સવાર મળી


.                      .  સવાર મળી

તાઃ૨૩/૬/૨૦૧૫                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિશાળી  સુર્યદેવનું, આગમન સવાર આપી જાય
પ્રત્યક્ષ દેવનું દર્શન કરતા,જગતના જીવોને સુખ મળી જાય
…………એજ સાચી શક્તિ છે જે અવનીએ જીવોને રાહ સાચી દઈ જાય.
પ્રભાતપહોરે સુર્યદેવને અર્ચના કરતાં,જીવન ઉજ્વળ થાય
મળે પ્રેમ જીવોને પરમાત્માનો,જે  દેહને શાંન્તિ આપી જાય
ના અપેક્ષા ના માગણી રહેતાં,કળીયુગની  કાતર છુટી જાય
શાન્તિનાવાદળ વરસતા જીવનમાં,નાઆફત કોઈઅથડાય
…………એજ સાચી શક્તિ છે જે અવનીએ જીવોને રાહ સાચી દઈ જાય.
જલાસાંઇની સાચી રાહે,સંસારી જીવને ભક્તિરાહ મળી જાય
નિર્મળતાનો સંગ રાખી જીવતા,પરમાત્માની કૃપા થઈ જાય
પ્રભાતપારખે ત્યાં સંધ્યામળે,ત્યાં જીવનમાં પ્રેમ પ્રસરી જાય
અજબ કૃપા છે અવીનાશીની,જે દેહ મળતા જીવને સમજાય
…………એજ સાચી શક્તિ છે,જે અવનીએ જીવોને રાહ સાચી દઈ જાય.

========================================

લાગણીઓ


.                       .લાગણીઓ

તાઃ૧૯/૬/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી એ ના માગણી મારી,ના અપેક્ષા કોઇ રખાય
મળે જીવનમાં અનંતપ્રેમ,જે કલમની કેડીએ દેખાય
…………નાના હાહાની  ચટકી ચોંટે,એજ જીવને જકડી જાય.
પરમપ્રેમ પરમાત્માનો,સાચી ભક્તિ એજ મળી જાય
શરણ પ્રેમથી જલાસાંઇનુ લેતા,મોહમાયા છુટી જાય
કલમનીકેડી પેમથી પકડતા,કલમપ્રેમીઓ મળી જાય
અંતરમાંઆનંદ અનેરો થતાં,ખોટી લાગણીભાગી જાય
…………નાના હાહાની  ચટકી ચોંટે,એજ જીવને જકડી જાય. મળ્યોપ્રેમ મને હ્યુસ્ટનમાં,માસરસ્વતીની કૃપા કહેવાય કલમનીકેડી જ્યાંજકડે જીવને,ત્યાંજ કલમ પકડાઇ જાય
નિર્મળતાના વાદળ વરસે.ત્યાં જ અભિમાન  ભાગી જાય
આવી પ્રેમ મને મળે છે,જે સાચા કલમપ્રેમીઓ દોરીજાય
…………નાના હાહાની  ચટકી ચોંટે,એજ જીવને જકડી જાય. ====================================

જલાસાંઇ જ્યોત


saijala

.                   .જલાસાંઇ જ્યોત

તાઃ૧૮/૬/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સચવાય
જલાસાંઇની જ્યોત જીવને,અનંત આનંદ આપી જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.
જલારામની નિર્મળ ભક્તિ,જીવને ભક્તિરાહ દઈ જાય
વિરબાઈ માતાની પ્રેમ જ્યોતે,પરમાત્મા  ભાગી  જાય
ઝોળી દંડો આપીને ભાગતા,સાચી માનવતા સમજાય
મુક્તિમાર્ગની આંગળી ચીંધતા,જીવોને રાહ મળી જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.
અવનીપરનુ આગમન સાંઈનુ,નાકોઇ જીવથી બતાવાય
માનવતા મહેંકાવી જીવતા,જીવોને સાચીરાહ આપી જાય
જ્યોતપ્રેમની પ્રગટે જીવનમાં,અનંત શાંન્તિ  આપી જાય
વિદાયલીધી અવનીથી, દેહ જમીનમાં વિલીન થઈ જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.

======================================

પિતાની રાહ ફાધર ડૅ


                                 પિતાની રાહ          ફાધર ડૅ     

તાઃ૧૬/૬/૨૦૧૫                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

.            .ચંદુભાઈ આજે મંદીરથી પાછા આવતા હતા.ત્યારે તેમના હાથમાં લાકડી છતાંય અપંગતા લાગતી હતી. મગજમાં વિચાર ચાલતો હતો કે હવે પત્નિ સવિતાનો સંગાથ નથી એટલે તેના અવસાન બાદ તેમને ઘણી વખત તે યાદ આવતી.આજે તેમને એવુ સંભળાયુ કે હવે તમે એકલા શા માટે જીવી રહ્યા છો. પરમાત્માને પ્રાર્થના કરો કે જીવને હવે દેહથી મુક્તિ આપે.એવુ સવિતાબેન બોલી  રહ્યા છે.આ વાક્ય સાંભળ્યા બાદ મનમાં ભુતકાળ યાદ આવ્યો.
.            .આજથી ચાલીશ વર્ષ પહેલા તેમના નાના ભાઈએ તેમના માટે એપ્લાય કરેલ એટલે તે તથા તેમના પત્નિ સવિતાબેન પુત્ર કિંજલ અને દીકરી દિશા સાથે અમેરીકા આવ્યા.અમેરીકા આવ્યા બાદ તેઓ હ્યુસ્ટન આવ્યા કારણ અહીંનુ વાતાવરણ ભારતના જેવું એટલે કે બહુ ગરમી કે ઠંડી પડે નહીં. ચંદુભાઈએ  નોકરી માટે ઘણા પ્રયત્ન કર્યા પણ ભારતીય હોવાથી કોઇ સફળતા ના મળી કારણ તેમને ખબર પડી કે એક ભારતીય સાચી મહેનતથી કામ કરે તેને ટાય કે કોટની જરૂર નથી તે પાંચ અમેરીકનનુ કામ એકલો શ્રધ્ધાથી કરી શકે.અંતે  એક મોટા ગ્રોસરી સ્ટોરમાં કસ્ટમરને મદદ કરવાની નોકરી મળી. સમય તો કોઇથી પકડાયતો નથી. પાંચ વર્ષ થઈ ગયા બંન્ને બાળકો ભણતરને મહત્વ આપી મહેનત કરી ભણી રહ્યા હતા. દીકરો અને દીકરી સારા માર્ક્સે આગળ વધી રહ્યા હતા.સવિતાબેનને ખાવા કરવાની નોકરી એક ભારતીય હૉટલમાં મળી હતી તેઓ પણ મહેનત કરી પતિને સાથ આપતા હતા.
સમયની સીડી તો સૌએ ધીમે ધીમે જ ચડવી પડે ઉતાવળ કરીએ તો પડી જવાય અને આફતના વાદળ વરસતા જીવને ભટકાવાનુ શરૂ થાય અમેરીકામાં તો સમય પ્રમાણે પ્રસંગો આવે અને તે પ્રમાણે સૌ સાથે ચાલે. મને તો અહીંના પ્રસંગોમાં બહુ સમજ ના પડે કારણ આપણા હિંન્દુ ધર્મમાં તો તહેવાર પ્રમાણે આપણે ઉજવણી કરીયે અને તે પણ કુટુંબમાં સાથે રહીને.એક વખત એવુ થયુ કે મેં એક નવુ મકાન રાખ્યુ તો તેની જાણ એક ઘરડા અમેરીકન માજી કે જેમના પતિનુ અવસાન થયેલ એટલે ઘરડા ઘરમાં ત્રીજે માળે રહેતા હતા અને તે જ્યારે સ્ટોરમાં આવે ત્યારે તેમને હું ઘણી મદદ કરુ અને કોઇક વખત તેમના રહેઠાણે મુકી આવું.તેમને મારા નવા મકાનની જાણ થઈ.તો તે તેમની ચર્ચમાંથી મારા માટે પવિત્ર ફોટો લાવ્યા હતા તો તે મારે ઘેર આવી મને ભેંટ આપવાની ઇચ્છા હતી તો એક દિવસ સ્ટોરમાં આવી તેમને મદદકરી તેમનો માલ તેમની ગાડીમાં મુકવા ગયો ત્યારે કહે.આવતી કાલે ફાધર ડે છે તો તુ મને ઘરડાઘરથી લઈ જઈ તારુ નવું ઘર બતાવીશ. મેં કહ્યુ હું કાલે સવારે આવી તમને ઘેર લાવીશ.
.           .બીજે દીવસે સવારે સાડા આઠ વાગે તેમને લેવા ગયો.તે ત્રીજા માળેથી નીચે આવી ગયા હતા. અને સામે બોકડા પર એક ઘરડા ભારતીય પતિપત્નિ બેઠા હતા તેઓ કોઇકની રાહ જોતા હતા. હું જેને લેવા આવ્યો હતો તેમને લઈ મારા ઘેર આવ્યો. તેઓ મારા ઘરમાં પ્રવેશતા અંગ્રેજીમાં જીસસને પ્રાર્થના કરતા ઘરમાં પ્રવેશ્યા ને ત્યારબાદ ખુરશીમાં બેસતા પહેલા મને મારી પત્નિને તેઓ લાવેલ પવિત્ર ફોટો હાથમાં ભેંટ આપ્યો. ત્યારબાદ ચા નાસ્તો લીધા બાદ. તેઓને પાછા મુકવા માટે અગીયાર વાગે હું ઘરડાઘરે ગયો તો પેલા માબાપ હજુ તેમના દીકરાની રાહ જોતા બેઠા હતા.મે તેમને પુછ્યુ તમે તો સાડા આઠથી રાહ જુઓ છો. તો પેલા પિતા કહે મારો દીકરો ડૉકટર છે એટલે તે થોડા કામમાં હશે આજે ફાધર ડે છે એટલે તેનો ફોન આવ્યો હતો કે હું તમને લેવા આવીશ અને આપણે કૅક કાપીશુ તો તમે તૈયાર રહેજો એટલે અમે રાહ જોઇએ છીએ.
.          .ત્યારે મને મનમાં ઘણોજ ઉંડો વિચાર આવ્યો કે આ દેશમાં માબાપ ને પ્રેમ આપવાનો એ એકજ દીવસ છે જે ફાધર ડે અને મધર ડે કહેવાય બાકી માબાપ કેવી રીતે જીવી રહ્યા છે તેની સંતાનને કોઇ ચિંતા નથી.આજ અમેરીકન હવા અને માબાપને સલામ.

===================================================================

પ્રેમાળ ગંગા


.                        .પ્રેમાળ ગંગા

તાઃ૧૪/૬/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમની ગંગા વહેતા,જીવનમાં સુખ શાંન્તિ મળી જાય
અનંતશાંન્તિ પ્રેમથી મળતા,કળીયુગી મોહમાયા ભાગી જાય
………..એ કૃપા જલાસાંઇની મળતા, આ જીવન પાવન થઈ જાય.
કુદરતની આ છે અસીમલીલા,ના માનવ જીવનમાં સમજાય
પ્રેમની ગંગા  જીવનમાં સ્પર્શે,જ્યાં નિખાલસપ્રેમ મળી જાય કલમની ઉજ્વળકેડી મળતા,શ્રધ્ધાએ માતાનીકૃપા થઈ જાય
ના સ્પર્શે અભિમાન જીવનમાં,એ જ સાચી રાહ મળી કહેવાય
………….એ કૃપા જલાસાંઇની મળતા, આ જીવન પાવન થઈ જાય. માન અપમાનને નેવે મુકતા,જીવથી  નિર્મળરાહને મેળવાય
ભક્તિ પ્રેમની નિર્મળ જ્યોતે,કલમની ઉજ્વળ કેડી મળી જાય
આવી નિર્મળપ્રેમ મળે જીવનમાં,જે અનંત શાંન્તિ આપી જાય
પ્રેમનીગંગા જીવનમાં સ્પર્શતા,નાકદી કોઇમાગણી અડી જાય
…………..એ કૃપા જલાસાંઇની મળતા, આ જીવન પાવન થઈ જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++