નજર પડે


.                     . નજર પડે

તાઃ ૮/૭/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર પડે જ્યાં દેહ પર,એ  અનુભવથી ઓળખાય
મળે પ્રેમ નિખાલસ દેહને,એ જ શાંન્તિ આપી જાય
………એજ સાચી પ્રેમની કેડી,જે નિર્મળ પ્રેમથી મેળવાય.
વાણી વર્તન છે માનવી જ્યોત,જે  સમયે જ સમજાય
મળેલ સાચો પ્રેમ અંતરથી,ના આફત કોઇજ અથડાય
આવી આંગણે નજર ઉભેલી,બારણુ ખોલતા મળી જાય
સ્વાર્થ ભાવના દુર રાખતા,જીવને સુખશાંન્તિ થઈ જાય
………..એજ પવિત્ર નિર્મળ પ્રેમ છે,જે  પ્રભુ કૃપા દઈ જાય.
મનમાં મોહ ને અપેક્ષા સંગે,જ્યાં નજર દેહે પડી જાય
સ્નેહાળ ભાવથી આવકાર દેતા,ના દ્રષ્ટિ નિર્મળ થાય
આડી અવળી પડેલ દ્રષ્ટિ,મુંઝવણના માર્ગે દોરી જાય
શીતળ જીવનમાં માયા વળગે,એ અશાંન્તિ આપી જાય
………એજ કળીયુગી કાતર છે,જીવનની ગાડી ભટકાઈ જાય.

=====================================

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: