આવતી કાલ


.                    .આવતી કાલ

તાઃ૨૮/૮/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પામી પાગલ થતાં,મનને  અનેક મુંઝવણ થાય
ક્યારે ક્યાંથી છુટી શકીશુ,ના સમજ કોઇજ મળી જાય
………..મળેલ જીવન દેહથી જીવને,ના આવતીકાલ પકડાય.
નિર્મળ ભાવે જીવન જીવતા,જીવની આજ સુધરી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,ઉજ્વળ પ્રભાત મળી જાય
પ્રેમભાવે વંદન કરતા,માબાપના આશિર્વાદમળી જાય
એજ જીવન ઉજ્વળ કરે,જ્યાં નાકોઇ અપેક્ષાએ જીવાય
………..મળેલ જીવન દેહને જીવથી,ના આવતીકાલ પકડાય.
સ્વાર્થ મોહને દુર ફેંકતા,જીવથી  કળીયુગથી  છટકાય
ના અપેક્ષાના વાદળ વરસે,કે નાકોઈ માયા મેળવાય
અગમનિગમના ભેદ જાણતા,આવતીકાલ સુધરીજાય
મુક્તિમાર્ગની કેડી,સંત જલાસાંઇની કૃપાએ મળી જાય
………..મળેલ જીવન દેહને જીવથી,ના આવતીકાલ પકડાય.

***************************************************

રામની માળા


Jay Ram

.                   . રામની માળા

તાઃ૨૭/૮/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામની માળા જપતા,માનવ જીવન ઉજ્વળ થાય
પ્રેમ મળે પરમાત્માનો જીવને,ત્યાં પાવનરાહ મળી જાય
……..એ જ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.
કર્મના બંધન જગતમાં જીવને,ના કદી કોઇથી છટકાય
સત્કર્મની કેડી મળે જીવને,જ્યાં રામનામની માળા થાય
સતયુગ કળીયુગ એ છે લીલા,કર્મથી જીવોને સ્પર્શી જાય
મનથી કરેલ માળા રામની,આ જીવન પાવન કરી જાય
……..એ જ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.
રામનામની માળા જપતા,જલાની જ્યોત પ્રગટી જાય
પત્ની વિરબાઈનો સાથ મળતા,પરમાત્મા ભાગી જાય
ના મોહ અડે કે કળીયુગ અડે,ત્યાં ઝોળી ઝંડો આપી જાય
માનવ જીવનની કેડી મળે,જે સંત સાંઇબાબાથી ચીંધાય
……..એ જ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.

===========================================

લાગણીનેપ્રેમ


.                   .લાગણીનેપ્રેમ

તાઃ૨૬/૮/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં માનવતા સચવાય
પ્રેમભાવના પારખી ચાલતા,લાગણીપ્રેમ મળી જાય
………..એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.
કર્મબંધનથી મળે કેડી જીવને,જે જન્મ મૃત્યુથી દેખાય
કરેલકર્મ એજ બંધન જીવના,જે અનુભવથી સમજાય
દેહ મળતા જીવને અવનીએ,યુગની કેડી સ્પર્શી જાય
સમય સમયની સમજણ પડતા,ના લાગણી ઉભરાય
………..એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.
સંતાનનું અવતરણ થતાં,માબાપનો પ્રેમ મળી જાય
ભાઇબહેનની લાગણીલેતા,જીવનેકર્મબંધન અડી જાય
અજબલીલા અવિનાશીની,જગતમાં જીવને મળી જાય
લાગણીનેપ્રેમને પારખી ચાલતા,કર્મબંધન છુટતા જાય
…………એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.

+++++++++++++++++++++++++++++++++++++

મમ્મી મારી


 Mari Mammi

                                મમ્મી મારી
 તાઃ૨૨/૮/૨૦૧૫                                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મમ્મી મારી મધુર પ્રેમ લઈને,હ્યુસ્ટન મળવા આવી ગઈ
ઉંમરને ના આંબે  કોઇ જગતમાં,મા ચોરાણુ વર્ષની થઈ
……એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.
આવ્યા આંગણે પ્રેમ લઈને,સૌને અનંત પ્રેમ આપ્યો અહીં
જલાસાંઇની અસીમ કૃપાએ,નિર્મળજીવન એ જીવે છે અહીં
ભણતરની ઉજ્વળકેડી પ્રદીપની,જ્યાં પિતાથી રાહ ચીંધાય
મળી ભક્તિરાહ જીવનમાં,જ્યાં માતાના સંસ્કારને સચવાય
……એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.
હ્યુસ્ટન આવી આશિર્વાદ દીધા,જે અમારા નસીબ કહેવાય
રમા,રવિ,દીપલ,હિમાને વ્હાલકરે,ને વિરને પ્રેમકરી જાય
નિશીતકુમારને આશિર્વાદઆપે,જ્યાં એચરણને સ્પર્શી જાય
દીકરા પ્રદીપને હરખતોજોઇ,કમળાબાને અનંત આનંદથાય
……એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.

==============================================

મારા મમ્મી કમળાબા અમારો પ્રેમ પારખી અમારે ઘેર પધારી ઘર પવિત્ર કર્યુ તે અમારા ધન્યભાગ્ય.મારાપુત્ર રવિના પુત્ર વિર જે કુટુંબની ચોથી પેઢી થઈ તેને પ્રેમથી વ્હાલ કરી આશિર્વાદ આપી અમને પવિત્ર રાહે લઈ જાયછે તેમાટે મારા માબાપનો ખુબજ આભાર.મારા ભાઈ બહેનોનો પ્રેમ મળે છે તે માટે પણ  તેમને પ્રેમથી વંદન સહિત જય જલારામ,જય સાંઇબાબા.

લી. પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,હીમા સહિત વિરના વંદન.

પ્રેમજ્યોત


.                    .પ્રેમજ્યોત

તાઃ૧૯/૮/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ રાહ જીવનમાં મળતા,પાવન કર્મની કેડી મળી જાય
સુખ દુઃખની આશાને છોડતા,જીવનો જન્મ સફળ થઈ જાય.
………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.
સત્કર્મની રાહ મળે જીવને,જ્યાં સંત જલાસાંઇની સેવા થાય
આંગણે આવે સુર્યદેવની દ્રષ્ટિ,જીવની પ્રભાત ઉજ્વળ થાય
મળે દેહને પવિત્ર રાહ જીવનમાં,ના અપેક્ષાય કોઇ અથડાય
ભક્તિ રાહની સાચી કેડીએજ,સંસારમાં પ્રેમ સૌનો મળી જાય
………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.
માનવતાની મહેંક પ્રસરતા,નિર્મળ જ્યોત પ્રગટતી  જાય
માગણી મોહને દુર રાખી જીવતા,માબાપનો પ્રેમ મળી જાય
કર્મની સાચી કેડી મળે જીવને,જ્યાં પરમાત્માની કૃપા થાય
આજકાલને ભક્તિ રાહે આંબતા,જીવનો જન્મ સફળથઈજાય
………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.

============================================

પ્રેમી વ્હેણ


.                     .પ્રેમી વ્હેણ

તાઃ૧૬/૮/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે છે જીવને જગતમાં,જ્યાં ના અપેક્ષા કોઇ હોય
આવી આંગણે પ્રભુની કૃપા રહે,જ્યાં નિર્મળ જીવન હોય
……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.
કર્મની પવિત્ર કેડીને પામવા,માબાપનો પ્રેમ મળી જાય
સ્નેહમળે સંગાથીઓનો જીવને,જ્યાં નિખાલસ જીવન હોય
કલમની કેડી પકડી ચાલતા,સૌ કલમપ્રેમીઓ મળી જાય
એજ સ્નેહાળરાત્રી આપે શાંન્તિ,જે પાવનપ્રેમ આપી જાય
……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.
નિર્મળતાનો સંગ સાચવતા,જીવને ઉજ્વળરાહ મળીજાય
મોહમાયાને દુર રાખતા જીવનમાં,સુખ શાંન્તિ મળી જાય
અપેક્ષાની ચાદરને ફેંકતાજ,માનવજીવન આ મહેંકી જાય
જલાસાંઇનો સંગ રાખતા જીવપર,પરમાત્માની કૃપા થાય
……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.

============================================

જીવનની કેડી


.                     . જીવનની કેડી

તાઃ૧૦/૮/૨૦૧૫                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિ છે પ્રેમની જગતમાં,નિર્મળ જીવન આપી જાય
અપેક્ષાના વાદળ ને ભગાડી,માનવજીવન ઉજ્વળ કરી જાય
………..એજ પાવનકેડી જીવની,જે જલાસાંઇની ભક્તિએ મળી જાય.
અવનીપરનુ આગમન જીવનુ,એ જ કર્મનાબંધન છેકહેવાય
મળેલ દેહ અવનીએ જીવને,સમયે મળતા અનુભવેસમજાય
લાગણી મોહને દુર રાખતા,મળેલ દેહની સમજણ આવી જાય
ભક્તિમાર્ગની ચીંધેલ આંગળીએ,પરમાત્માની કૃપા મળીજાય
………..એજ પાવનકેડી જીવની,જે જલાસાંઇની ભક્તિએ મળી જાય.
મહેંક પ્રસરે માનવ જીવનની,જે કરેલ કર્મની કેડીએ મેળવાય
નાઅપેક્ષા કોઇ જીવનમાં રહેતા,પ્રેમની પાવનકેડી મળી જાય
નિખાલસ પ્રેમ લઈ પ્રેમીઓ આવતા,આંગણુ પાવન કરી જાય
કર્મબંધનનીકેડી છુટતા જલાસાંઈ,જીવને મુક્તિમાર્ગે લઈજાય
………..એજ પાવનકેડી જીવની,જે જલાસાંઇની ભક્તિએ મળી જાય.

*******************************************************

પ્રેમના પગલા ને પાવન કેડી


                       Raisa                     

                        શ્રી રઈશભાઈ મણીયાર

.                 ..પ્રેમના પગલા  ને  પાવન  કેડી

તાઃ૮/૮/૨૦૧૫.                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

હ્યુસ્ટન આવ્યા પ્રેમને પકડી,મળી ગયા સરસ્વતી સંતાન
કલમને પકડી જ્યોત પ્રગટાવી, મેળવી રહ્યા છે પ્રેમ અપાર
………..એવા વ્હાલા રઈશભાઈને મળીને,પ્રદીપને અનંત આનંદ થાય.
ઉજ્વળ રાહ પકડી જીવનમાં,જ્યાં કલમની કેડી નિર્મળ થાય
પ્રેમ પ્રસરાવી જગતમાં દેતા,અનંત કલમ પ્રેમી મળી જાય
નિર્મળતાનો સંગ રાખતા જીવનમાં,નાઅભિમાન કોઇ અથડાય
આવ્યા હ્યુસ્ટન કલમને પકડી, અમારુ સાચુ ગૌરવ કહેવાય
……….એવા વ્હાલા રઈશભાઈને મળીને, હ્યુસ્ટનના કલમપ્રેમી હરખાય.
માન મળે ને સન્માન થાય,એ જ માતાની કૃપા કહેવાય
અભિમાનને આંબે કલમની કેડી,ત્યાંજ માનવતા સહેવાય
ના મોહ અડે કે માયા મળે,જ્યાં કલમપ્રેમીઓ મળી જાય
સરળતાનો સંગ રાખતા જીવનમાં,સફળતા  મળી જાય
……….એવા વ્હાલા રઈશભાઈને મળતા, સાહિત્ય સરીતા વહેતી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++

.         .માતા સરસ્વતીની  અસીમકૃપા પામી જગતમાં ગુજરાતી ભાષાની ઉજ્વળ કેડીને પ્રસરાવી સૌ કલમપ્રેમીઓને રાહ બતાવી નિર્મળ જીવન જીવતા શ્રી રઈશભાઈ મણીયાર અમારા હ્યુસ્ટનમાં આવી કલમ પ્રેમીઓને માતાની કૃપાથી કલમની કેડીની ઉજ્વળતા બતાવી આનંદ કરાવ્યો તે પ્રસંગની યાદ રૂપે અર્પંણ.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી ભેંટ.

ભક્તિ છે નિર્મળ


.                . ભક્તિ છે નિર્મળ

તાઃ૬/૮/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિભાવની નિમળ કેડી,જીવને પાવન કરાવી જાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,જે અનુભવથી સમજાય
………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.
અપેક્ષાના ના વાદળ સ્પર્શે,કે ના મોહ કે માયા અડી જાય
પરમકૃપાળુ પરમાત્મા જગે,માન અપમાન ભગાડી જાય
ભક્તિની છે અજબ શક્તિ,જગતમાં ના કોઇથીય અંબાય
જીવને મળેલ રાહ સાચી,જીવને મુક્તિ માર્ગેજ દોરી જાય
………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.
મનથી કરેલ ભક્તિ જીવનમાં,અનંત શાંન્તિ આપી જાય
તનથી કરેલ સેવા જગતમાં,સાચી ભક્તિ રાહ દઈ જાય
સંત જલાસાંઇની દીધેલ રાહે,પરમાત્મા પણ આવી જાય
લાકડી ઝોળી આપી મા વિરબાઈને,પરમાત્મા ભાગીજાય
………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.

=====================================