શક્તિશાળી ભક્તિ


.                 .શક્તિશાળી ભક્તિ

તાઃ૧/૯/૨૦૧૫                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાં શક્તિ છે ન્યારી,જગતમાં ના કોઇથી અંબાય
આવી આંગણે કૃપા મળે છે,એજ નિર્મળ ભક્તિ કહેવાય
………….ના કળીયુગ કે માયા સ્પર્શે,જ્યાં જલાસાંઇને પુંજાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતાં,ના વ્યાધી કોઇ અથડાય
મળે પ્રેમ જીવનમાં  સૌનો,ના અપેક્ષાય કોઈજ રખાય
પરમાત્માનો પ્રેમ પામતા,મળેલ જીવન ઉજ્વળ થાય
શ્રધ્ધાએ કરેલ  ભક્તિએ,જીવનો મુક્તિમાર્ગ ખુલી જાય
………….એજ સાચી ભક્તિ છે ,જ્યાં પરમાત્માય રાજી થાય
માનવદેહ મળે જીવને અવનીએ,એજ પ્રભુ કૃપા કહેવાય
સમજી વિચારી પગલુભરતા,જીવને પવિત્રરાહ મળીજાય
અંતરમાંઆનંદ ત્યાં ઉભરે,જ્યાં નિખાલસ જીવન જીવાય
નામાગણી કે નાઅપેક્ષા રહેતા,પાવનકર્મ જીવનમાંથાય
………….મળે સંત જલાસાંઇની કૃપા,જ્યાં પ્રેમથી ભક્તિ થાય.

======================================