લાગણી માગણી


.                   લાગણી માગણી

તાઃ૧૦/૯/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી માગણી અડે જીવને,જે જગે ઉત્તર દક્ષિણ કહેવાય
આવી અડે માનવજીવનમાં,જે સુખ દુઃખની જેમ સહેવાય
…………એ અવનીપરના બંધન રહે,જે  જીવને જન્મમરણ દઈ જાય.
મારૂ એતો માગણી જીવની,જીવને અપેક્ષાઓ આપી જાય
કુદરતની કામણગારી લીલા,માનવીને સંબંધને સમજાય
લાગણી એતો અંતરથી નીકળે,જેસાચી નિર્મળતા કહેવાય
પાવનજીવનનાબંધને જીવતા,જીવેકર્મની કેડીથી છટકાય.
………..એજ સાચી રાહ છે  જીવની,જે સાચી ભક્તિથી જ મળી જાય.
માનવદેહના બંધન જગતમાં,માગણી એજ મળતા જાય
અડી જાય જીવને કાયાના બંધન,ના જગે કોઇથી છટકાય
મોહમાયા સ્પર્શેજીવનમાં,એકળીયુગની શીતળતા દેખાય
જન્મમરણના બંધનજકડે,જે લાગણી માગણીએ મેળવાય
……….એજ જીવનમાં આધીવ્યાધીને આપી,કર્મબંધનથી જકડી જાય

=========================================