ભક્તિભાવના


.                      .ભક્તિભાવના

તાઃ૧૫/૯/૨૦૧૫                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિભાવના પકડી ચાલતા,મળેલ જન્મ પાવન થઈ જાય
અંતરમાં આનંદનીહેલી રહેતા,નામોહમાયા જીવને અથડાય
…………એજ જીવની જ્યોત છે,જે પરમાત્માની કૃપાએ મેળવાય.
લાગણી મોહ એ કળીયુગી ચાદર, અનંત જીવોથી ભટકાય
પરમાત્માની પરમકૃપા પામવા,નિર્મળભાવે જ ભક્તિ કરાય
સુખશાંન્તિ મળે જીવને સંસારમાં,જ્યાં સંસારીજીવન જીવાય
સંસારમાં રહીનેજ ભક્તિ કરતાં,જીવ અંતે મુક્તિમાર્ગે દોરાય
…………એજ જીવન જ્યોત છે,જે પરમાત્માની કૃપાએ મળી જાય.
માનવજીવનને સ્પર્શેદોષ,જ્યાં જીવનમાં અભિમાન અડીજાય
મનની મળેલ મુંજવણથી,જગતપર ના કોઇ જીવથી છટકાય
મારૂતારૂ એ વર્તન જીવનનુ,જે દરેક જન્મે જીવને મળીજાય
નામાગણી પ્રભુથી રાખતા,જીવ પર જલાસાંઇની કૃપા થાય
……….એજ ભક્તિભાવ જીવનો સાચો,જે માનવતા મહેંકાવી જાય.

========================================