સમયની શીતળતા


.               .  સમયની શીતળતા

તાઃ૧૬/૯/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમયની શીતળ કેડી,જગતમાં જીવોને સ્પર્શી જાય
ક્યારે કેટલી શીતળતાને સચવાય,ના કોઇનેયએ સમજાય
……એજ અજબલીલા અવિનાશીની,જીવ પારખીને જીવી જાય.
કર્મની માળા જીવનને આંબે,જ્યાં શ્રધ્ધાએજ ભક્તિ થાય
માગણીતો અનેક જીવને જકડે,નાકોઇ માનવીથી છટકાય
ગરીબહોય કેપછી રાજા હોય,એ સમયની સીડીએ દેખાય
ના ઉમંગ કે ઉત્સાહની માગણી,કે નાકોઇ અપેક્ષા રખાય
……એજ અજબલીલા અવિનાશીની,જીવ પારખીને જીવી જાય.
સમજણની નિર્મળરાહને પામવા,જીવન નિખાલસ જીવાય
નામાગણી કોઈ મનથીકરતા,અંતરમાં આનંદની વર્ષાથાય
નિર્મળ જીવનનીકેડી મળતા,માનવતાની મહેંક પ્રસરી જાય
પરમાત્માની એકજ કૃપાએ,સમયની શીતળતાય મળી જાય
……એજ અજબલીલા અવિનાશીની,જીવ પારખીને જીવી જાય.
========================================