અનંત આનંદ


.                .  અનંત આનંદ

તાઃ૨૯/૯/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં આનંદ અનેરો,જીવનમાં શાંન્તિ આપી જાય
કુદરતની છે અસીમલીલા,જે જીવન નિર્મળ કરી જાય
………….આવી આંગણે પ્રેમ મળે,ના અપેક્ષા કોઇ અથડાય.
પરમાત્માની કેડી મળે જીવને,જ્યાં ભક્તિ નિર્મળ થાય
મનથીમળેલ શીતળકેડી,જીવને ઉજ્વળતા આપીજાય
મારૂ એ ના સ્પર્શે દેહને,જ્યાં તારૂને દુર રાખીને જીવાય
મોહની કેડી કળીયુગની ચાલ,જે ડગલુ ભરતા સમજાય
………..ના સ્પર્શે વણ માગેલ કેડી,જે જીવન શાંન્ત કરી જાય.
સાગર જેવડો સંસાર અવનીએ,કદી કોઇથીના છટકાય
સંત જલાસાંઇની એકજ દ્રષ્ટિએ,પ્રભુ કૃપાય મળી જાય
અનંતકૃપા આપેઆનંદ,સંસારે સુખસાગર પ્રસરી જાય
મનથીકરેલ ભાવના ભક્તિ,જીવ અપેક્ષાથીછટકીજાય
……….એ કૃપા પરમાત્માની,જે અવનીએ આવીને મેળવાય.

——————————————————————-