પ્રેમની ગંગા


.                    ..પ્રેમની ગંગા

તાઃ૪/૧૦/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળપ્રેમની ગંગા વહે,જ્યાં માનવતાને સચવાય
જીવને મળેલ ભક્તિ જ્યોતે,ઉજ્વળ રાહ મળી જાય ……….જીવને મળે માનવદેહ છુટતા,મુક્તિમાર્ગ મળી જાય. આજે મળીશુ કાલે મળીશુ,ના અપેક્ષાય કોઇ રખાય
મળેલ પ્રેમ અંતરનો જીવને,સુખ શાંન્તિ આપી જાય
લાગણી પ્રેમને દુર રાખતાજ,હૈયે હેત ગંગા વહી જાય
મળેલ પ્રેમને પારખી લેતા જ,સદાય સ્નેહ મળી જાય
…………એ જ મળેલ પ્રેમથી,જીવનમાં પ્રેમ ગંગા વહી જાય.
મારૂ બને જીવનની  કેડી,જ્યાં અભિમાનને ના અંબાય
અવનીના આગમનને પારખતા,પ્રભુ કૃપા મળી જાય
જીવનેમળે જ્યોત જલાસાંઇની,જે સદમાર્ગે લઈ જાય મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાંઘરમાં ભક્તિથાય ……….આવી આંગણે શાંન્તિ રહે,જ્યાં સુર્યદેવને અર્ચના થાય. +++++++++++++++++++++++++++++++++++++++