નવરાત્રીનો રંગ


Mataji krupa

.                          .નવરાત્રીનો રંગ

તાઃ૧૩/૧૦/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ગરબે ઘુમતા,નવરાત્રીમાં કૃપા તારી થઈ જાય
નિર્મળ જીવનની જ્યોત પ્રગટતા,હૈયે આનંદની વર્ષા જાય
……….ગરબે ઘુમતા તાલીઓના તાલે,માડી તારો અનંતપ્રેમ મળી જાય.
અંબે માની અજ્બ શક્તિ છે,જે આ  જીવનને પાવન કરી જાય
ગરબે ઘુમતા જયઅંબેમા ભજતા,માનો અનંતપ્રેમ મળીવાય
ડાંડીયા રાસની રમઝટે રમતા,ભક્તો પર માતાની કૃપા થાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતાં,મા અંબાની અસીમકૃપા થઈ જાય
……….ગરબે ઘુમતા તાલીઓના તાલે,માડી તારો અનંતપ્રેમ મળી જાય.
ૐ ક્રીમ કાલીયે નમઃના સ્મરણથી,મા કાળકા રાજી થઈ જાય
અજબ શક્તિશાળી માકાલી,ભક્તો પર અનંત કૃપા કરી જાય
નવરાત્રીની નવરાત્રીએ ગરબે ઘુમતા,જીવપર મા કૃપા થાય
ગરબે ઘુમતા ડગલે પગલે,ભક્તિથીમાને અંતરથી રાજી કરાય
……….ગરબે ઘુમતા તાલીઓના તાલે,માડી તારો અનંતપ્રેમ મળી જાય.

——————————————————————