નજર મળે


.                       . નજર મળે

તાઃ૨૮/૧૧/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સ્પર્શી જાય
અવનીપરના આગમનને અડે,એ નજર પ્રેમની કહેવાય
………..કરેલ કર્મની એ નિખાલસ કેડી,જે જન્મ સફળ કરી જાય.
દેહ મળે અવનીએ જીવને,જે સંબંધના સ્પર્શેજ  સમજાય
કોણ ક્યારે મળશે જીવનમાં,એજ સમયની સીડી કહેવાય
નજર મળે નિખાલસ પ્રેમની જીવને,જે શાંન્તિ આપી જાય
અભિમાનને આંબે માનવી,જ્યાં નિર્મળભક્તિએ કૃપા થાય
……..પ્રેમમળેલ અંતરનો જીવનમાં,જીવને પવિત્રરાહ દઈ જાય.
જીવને ઉજ્વળ રાહ મળે,જ્યાં સાચો નિર્મળપ્રેમ મળી જાય
ઉજ્વળતાનાવાદળવર્ષે જીવનમાં,નાવ્યાધી કોઈઅથડાય
ભક્તિભાવને સંગે રાખતા,જીવનમાં પરમાત્માની કૃપાથાય
અપેક્ષાની નાકોઇ એડી અડે જીવને,માનવતા મહેંકવી જાય
……….એજ નિખાલસ પ્રેમ લઈ જીવતા,પાવન કર્મનો સંગ થાય

=======================================

Advertisements

રામનામની માળા


.                      .રામનામની માળા

તાઃ૨૪/૧૧/૨૦૧૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક પ્રસરે,ને જીવન પ્રેમાળ થઇ જાય
સદગતિનોમાર્ગ મળેજીવને,જ્યાં રામનામનીમાળા થાય
………એજ સાચી ભક્તિની કેડી,અંતે જીવને મુક્તિ માર્ગ દઈ જાય.
અવનીપરનુ આગમન એ કર્મબંધન,ના કોઇથી છટકાય
સંસ્કાર મેળવી જીવનજીવતા,જીવનમાં સદકર્મ થઈ જાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,જીવને પવિત્રરાહ દઈજાય
વડીલના આશિર્વાદ મળતા જીવથી,પાવનરાહ મેળવાય
………જ્યાં પરમાત્માની કૃપા મળે,જે જીવને સદમાર્ગે દોરી જાય.
જન્મ મરણ એ કેડી જીવની,જગતમાં ના કોઇથીય છટકાય
રામનામથી કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
મોહમાયાની ચાદરઉડતા,જીવથીપાવનકર્મ જીવનમાંથાય
જન્મમરણના બંધનછુટે,ને અવનીપરનુ આગમનછુટીજાય
……….એજ સાચી રામનામની માળા,જીવને કૃપાએજ મળી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++

સરળ સેવા


.                 . સરળ સેવા

તાઃ૨૦/૧૧/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાથ પકડી ચાલતા સંગીનીનો,નિર્મળ જીવન જીવાય
ના માગણી કે ના કોઇ મોહ રહે,ત્યાં જીવન સરળ થાય
………..જન્મ મરણના બંધનને જગે,ના કોઇ જ જીવથી છોડાય.
મળેલ સાચો પ્રેમ નિખાલસ,જીવને શાંન્તિજ આપી જાય
ક્રોધ મોહ આંબીને જીવતાજ,પરમાત્માની કૃપા થઈ જાય
શ્રધ્ધાથી કરેલ સેવાસાચી,જીવને સરળ જીવન દઈ જાય
દેહનો અંત નજીકઆવતા,જીવથી સરળ સેવા થતી જાય
……….એ જ કર્મની સરળ કેડી છે,જે જીવને મુક્તિએ દોરી જાય.
મારુતારુની માગણી છોડતા,કળીયુગી માયાથી દુર જવાય
શાંન્તિનો સહેવાસ મળે,જે જલાસાંઇનીભક્તિએ મળી જાય
કુદરતની અસીમલીલા,જે કોઇ જીવને ક્યારેય ના સમજાય
સરળ જીવનમાં સરળ સેવા,એ જ પવિત્ર કર્મ કરાવી જાય
………..મળેલ જીવને દેહ અવનીએ,જે પ્રત્યક્ષ દેહથી જ દેખાય.

======================================

બાપાનો જન્મદીવસ


Copy of Jalaram

.                    .બાપાનો જન્મદીવસ

તાઃ૧૮/૧૧/૨૦૧૫  (કારતક સુદ ૭)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિરાહ જગતને દેવા,વિરપુરમાં એ જન્મ લઈ જાય
રાજબાઈમાતાના એ સંતાન,ને પિતા પ્રધાન  કહેવાય
………..એવા પવિત્ર રાહી જગતમાં,શ્રી જલારામ બાપા કહેવાય.
આંગળી પકડી ભક્તિની,ત્યાં વિરબાઈ માતા મળી જાય
શ્રધ્ધા રાખી સંતોને જમાડવા,સદાવ્રતનુ સ્થાપન થાય
આવી અનેક જીવો જમે,જ્યાં પરમાત્માથી પરીક્ષા થાય
સાચી રાહ પકડી જીવનમાં,જે પવિત્ર ભક્તિપ્રેમકહેવાય
………..એવા વ્હાલા જલાબાપાનો,આજે જન્મ દીવસ ઉજવાય.
સંસ્કાર સાચવી સંગ આપતા,વિરબાઈમાની પરીક્ષા થાય
પરમાત્મા આવી સેવા માગતા,જલાના આદેશે ચાલી જાય
અજબ શક્તિ છે ભક્તિની જગતમાં,જ્યાં સિધી રાહ લેવાય
સેવાકરવા જતાવિરબાઈને,ઝોળી લાકડીઆપી ભાગી જાય
……….એવા વ્હાલા જલાબાપાનો,આજે જન્મ દીવસ ઉજવાય.

======*******======*******======*******=====*******==
.      .જગતમાં પરમાત્માની કૃપા પામવાની સાચી રાહ બતાવી પવિત્ર જીવન
જીવેલા સંસારીસંત પુજ્ય જલારામબાપાનો હિન્દુ તહેવાર પ્રમાણે આજે જન્મદીવસ
છે તે દીવસની યાદરૂપે તેમના ચરણમાં ભક્તિરાહ દેનાર સંતને જય શ્રીરામ સહિત
આ કાવ્ય વંદન સહિત જન્મદીનની યાદ રૂપે અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવારના જય શ્રી રામ.

આવી તો જાવ


.                      .આવી તો જાવ

તાઃ૧૫/૧૧/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ લઈને આવો કે પછી,નિખાલસ થઈને આવી જાવ
સરળ જીવનની રાહે જીવતા, માનવતા મેળવતા જાવ
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.
મનથી કરેલ ભક્તિએ જીવનમાં,પરમકૃપા મળી જાય
ભક્તિ ભાવને પારખી પરમાત્મા,રાહ સાચી દઈ જાય
નાઅપેક્ષાની કોઇ કેડી અડે,કે નાકોઇ માયા અડી જાય
પ્રેમ સાચો નિખાલસ મળતા,ના કોઇ ઝંઝટ મળી જાય
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.
પકડી પ્રેમ આવો બારણે,તોહ્રદયથી આગમન થઈ જાય
નમન કરીને આવકારતાજ,જલાસાંઇની પણ કૃપા થાય
સિધ્ધિવિનાયકનીદ્રષ્ટિએ,જીવનીરાહ પાવન થઈ જાય
જન્મમૃત્યુની સાંકળ છુટતા,જીવને મુક્તિમાર્ગ મળીજાય
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.

=========================================

સમયની કેડી


.                  .સમયની કેડી

તાઃ૧૧/૧૧/૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની કેડી છે સાંકડી,ના કોઇ જીવથીય છટકાય
૧+૧+૧+૧+૧ ને ગણતા,અંતે સરવાળો ૫ થઈજાય
……અજબલીલા અવિનાશીની,જે સમયની કેડી એ સમજાય.
અજબકેડી છે આંકડાની,જે લાખોવર્ષોથી ચાલી જાય
નામળે સંગાથબીજાનો,જગતમાં એકવખત મેળવાય
અજબ નિરંજન પરમાત્મા,વિશ્વમાંઅનેક રૂપે દેખાય
સુર્યનારાયણ એદેવ છે,દુનીયામાં જીવોનેદર્શન થાય
…..એ પરમાત્માની કૃપા,જે જીવોને સવારસાંજ બતાવી જાય.
આગમન અવની પર જીવનું,વર્ષોથી એ ગણાઈ જાય
આંકડાની આઅજબ ગણતરી,એકજ વાર જીવને દેખાય
ગણતરીની ના જરૂર જગતમાં,જે અજબલીલા કહેવાય
સરવાળાને સમજી ચાલતા,પરમાત્માનો પ્રેમ મળીજાય
…..જ્યાં જન્મમરણને છોડવા,જીવથી સુર્યનારાયણની પુંજાથાય
==============================================

કરેલ કામ


.                    .કરેલ કામ

તાઃ૯/૧૧/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાથમાં પકડી સાવરણી,ત્યાં તમારુ ઘર ચોખ્ખુ થઈ જાય
નિશ્વાર્થ ભાવથી કામ કરતાં,જીવને ઉજ્વળતા મળી જાય
…………પવિત્ર ભાવનાનો સંગ રાખતા,માનવતા મળતી જાય.
તોતડી પકડી વાણી જ્યાં,ત્યાં મિત્રતા દુર ભાગતી જાય
નામળે સંગાથ કોઇનો જીવનમાં,જ્યાં દેખાવ મળી જાય
અણ સમજે અભિમાન કરતાં,જીવે દુખના વાદળ વેરાય
ના મળે શાંન્તિ જીવનમાં,કે ના કોઇનો સંગાથ મેળવાય
…………..એ જ આફતનો આશરો બને,ના કોઇ જીવથી છટકાય.
નિર્મળ ભાવથી મળેલ કર્મ કરતાં,સફળતા મળતી જાય
મન મકાન ને માનવતા ચોખ્ખી રાખતા,દુઃખો દુર જાય
અનંત સાચોપ્રેમ મળે જીવનમાં,પવિત્રજીવન થઈજાય
સુર્યદેવનીકૃપા મળતા જીવની,સવારસાંજ ઉજળી થાય
………કરેલ કર્મ જીવનમાં શ્રધ્ધાએ,અનંતશાંન્તિ વર્ષાવી જાય.

=======================================