પવિત્ર તહેવારો


.                          . પવિત્ર તહેવારો

તાઃ૩/૧૧/૨૦૧૫                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિન્દુ ધર્મની છે  પવિત્રતા,તેના પવિત્ર તહેવારથી દેખાય
વર્ષમાં આવતા તહેવારો,જીવની માનવતા મહેંકાવી જાય
………..એ જ અસીમ કૃપા પરમાત્માની,જ્યાં પ્રસંગનો પ્રેમ મેળવાય.
અવનીપરનુ આગમન જીવને,માબાપનોપ્રેમ આપી જાય
સરળતાથી જીવન જીવતા,ભાઈ બહેનનો પ્રેમ  મળી જાય
કુટુંબનીનિર્મળકેડીએ ચાલતા,પ્રસંગોને આનંદથીઉજવાય
એજ સાચીપવિત્રતા કહેવાય,જ્યાં પરમાત્માને વંદન થાય
……..એ અસીમકૃપા જલાસાંઇની કહેવાય,જ્યાં સંસારમાં પ્રેમે જીવાય
પ્રસંગને પકડી પ્રેમે ચાલતા,અનેકની પ્રેમવર્ષા થઈ જાય
બહેનનો પ્રેમ મળે ભાઈને,જ્યાં રક્ષાબંધને રાખડી બંધાય
જન્મદીનની યાદરાખતા,સમયે હેપ્પીબર્થડેપણ સંભળાય
નુતન વર્ષાભિનંદન નવરાત્રી જતાં,દીવાળીએ ઉજવાય
…………એ જ પવિત્ર તહેવારો હિન્દુ ધર્મના, જેને વર્ષે વર્ષ ઉજવાય.

+++++++++++++++++++++++++++++++++++++++++