કરેલ કામ


.                    .કરેલ કામ

તાઃ૯/૧૧/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાથમાં પકડી સાવરણી,ત્યાં તમારુ ઘર ચોખ્ખુ થઈ જાય
નિશ્વાર્થ ભાવથી કામ કરતાં,જીવને ઉજ્વળતા મળી જાય
…………પવિત્ર ભાવનાનો સંગ રાખતા,માનવતા મળતી જાય.
તોતડી પકડી વાણી જ્યાં,ત્યાં મિત્રતા દુર ભાગતી જાય
નામળે સંગાથ કોઇનો જીવનમાં,જ્યાં દેખાવ મળી જાય
અણ સમજે અભિમાન કરતાં,જીવે દુખના વાદળ વેરાય
ના મળે શાંન્તિ જીવનમાં,કે ના કોઇનો સંગાથ મેળવાય
…………..એ જ આફતનો આશરો બને,ના કોઇ જીવથી છટકાય.
નિર્મળ ભાવથી મળેલ કર્મ કરતાં,સફળતા મળતી જાય
મન મકાન ને માનવતા ચોખ્ખી રાખતા,દુઃખો દુર જાય
અનંત સાચોપ્રેમ મળે જીવનમાં,પવિત્રજીવન થઈજાય
સુર્યદેવનીકૃપા મળતા જીવની,સવારસાંજ ઉજળી થાય
………કરેલ કર્મ જીવનમાં શ્રધ્ધાએ,અનંતશાંન્તિ વર્ષાવી જાય.

=======================================