આવી તો જાવ


.                      .આવી તો જાવ

તાઃ૧૫/૧૧/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ લઈને આવો કે પછી,નિખાલસ થઈને આવી જાવ
સરળ જીવનની રાહે જીવતા, માનવતા મેળવતા જાવ
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.
મનથી કરેલ ભક્તિએ જીવનમાં,પરમકૃપા મળી જાય
ભક્તિ ભાવને પારખી પરમાત્મા,રાહ સાચી દઈ જાય
નાઅપેક્ષાની કોઇ કેડી અડે,કે નાકોઇ માયા અડી જાય
પ્રેમ સાચો નિખાલસ મળતા,ના કોઇ ઝંઝટ મળી જાય
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.
પકડી પ્રેમ આવો બારણે,તોહ્રદયથી આગમન થઈ જાય
નમન કરીને આવકારતાજ,જલાસાંઇની પણ કૃપા થાય
સિધ્ધિવિનાયકનીદ્રષ્ટિએ,જીવનીરાહ પાવન થઈ જાય
જન્મમૃત્યુની સાંકળ છુટતા,જીવને મુક્તિમાર્ગ મળીજાય
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.

=========================================