જ્યોત પ્રગટે


.                     .જ્યોત પ્રગટે

તાઃ૭/૧૨/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રગટે જ્યાં જીવનમાં,ત્યાંજ એ  પ્રકાશ  પાથરી જાય
માનવજીવનની મહેંકપ્રસરે,ત્યાં જીવન પાવનએ કરીજાય
…………સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.
કરેલ કર્મ એછે બંધન જીવના,ના કોઇથી જગતમાં છટકાય
મળેલબંધન જીવને જગતમાં,જે અવનીપર દેહ આપી જાય
કામક્રોધ કે મોહ ના છુટે દેહને,જે જીવને જન્મ મળતા દેખાય
ભક્તિભાવની સાચી કેડીએ જીવતા,પરમાત્માની કૃપા થાય
………..સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.
દેહ મળતા અવનીએ જીવને,કર્મની કેડીથી બંધન થઈ જાય
કરેલ કર્મએજ કેડી જીવની,જીવને જન્મમરણથી જકડી જાય
ભક્તિરાહને પકડી ચાલતા,જીવથી કર્મનીકેડી સચવાઈજાય
મુક્તિમાર્ગનીકેડી મળે જીવને,અવનીપર આગમન છુટી જાય
………..સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++++

પ્રેમાળ જીવન


.                        .પ્રેમાળ જીવન

તાઃ૭/૧૨/૨૦૧૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પકડી શીતળ કેડી સંગે ,જીવને સુખશાંન્તિ મળી  જાય
ઉજ્વળતાની પાવનકેડીએ જીવતા,પાવનકર્મ જીવનમાં થાય
……….એ જ માતાની કૃપા કહેવાય,દેહને ઉજ્વળ જીવન એ દઈ જાય.
મમતા માતાની મળે  જીવનમાં,બાળપણને એ સાચવી જાય
પેમની અદભુત કેડી મેળવતા,ના દુઃખ જીવનમાં સ્પર્શી જાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,જીવને અનંત પ્રેમ મળી જાય
ના મોહમાયા કે ના માન અપમાન,કદીયે દેહનેય જકડી જાય
……….એ જ માતાની કૃપા કહેવાય,દેહને ઉજ્વળ જીવન એ દઈ જાય.
પિતા પ્રેમની લાગણી  છે સાચી,જીવને રાહ સાચીજ દઈ જાય
ભણતરની સાચીરાહ પકડતા,જીવનમાં ના આફત અડી જાય
મળે બાળકને ઉજ્વળ જીવન,જે  જીવનની રાહ સાચી કહેવાય
પવિત્ર પ્રેમની રાહને  પકડતા,જીવનમાં સુખસાગર છલકાય
……….એ જ માતાની કૃપા કહેવાય,દેહને ઉજ્વળ જીવન એ દઈ જાય.

========================================