પવિત્ર આંગણુ


.                . પવિત્ર આંગણુ

તાઃ૯/૧૨/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમની ગંગા વહેતા,પાવન જીવન એ કરી જાય
આંગણે આવી સ્નેહ મળે,મળેલ જીવન ઉજ્વળ કરીજાય
………..એજ  સાચી ભાવના દીલની,પવિત્ર આંગણુ  કરી જાય.
શ્રધ્ધા રાખી ભક્તિ કરતા,ધરનુ આંગણુ ચોખ્ખુ કરી જાય
સાચી પરમાત્માની કૃપા મળે,જ્યાં કર્મ નિખાલસ  કરાય
મનની પવિત્ર ભાવના વહેતા,સંસારમાં સુખ મળી જાય
નામાગણી કે નાઅપેક્ષા,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
………..એજ  સાચી ભાવના દીલની,પવિત્ર આંગણુ  કરી જાય.
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ જીવન જીવાય
ડગલે પગલે સફળતામળે,એજ સાચી પવિત્રરાહ કહેવાય
મળે માતાની અસીમ કૃપા,જે સંતાનનુ સુખ આપી જાય
ઉજ્વળતાનો સંગ રહેતા જીવનમાં,પાવનરાહ મળી જાય
………..એજ  સાચી ભાવના દીલની,પવિત્ર આંગણુ  કરી જાય.

=======================================