સમજદાર


.                          .સમજદાર

તાઃ૨૦/૧૨/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા  થાય પરમાત્માની,ત્યાં જીવને રાહ મળી જાય
અવનીપરનુ આગમન સમજતા,પાવનકર્મ જીવથીથાય
……..એજ સાચી સમજણ છે જીવની,જે સમજદારને સમજાય.
અંતરમાં આનંદ અનેરો,જીવનને ઉજ્વળ એ કરી જાય
પ્રેમ ભાવના સંગે રહેતા,મળેલ જન્મ પાવન કરી જાય
અપેક્ષાની ના કોઇ કેડી મળે,એજ સરળ જીવન કહેવાય
માયામોહને સમજી લેતા,જીવનો જન્મ સફળ થઈ જાય
……..એજ સાચી સમજણ છે જીવની,જે સમજદારને સમજાય.
માનવદેહ એકૃપા પ્રભુની,જે મળેલ દેહથી જીવને દેખાય
ભક્તિપ્રેમની સાચીરાહે,જીવપર  પરમાત્માની  કૃપા થાય
કર્મનાબંધન એ સંબંધ જીવના,જે જન્મો જન્મથી સંકડાય
મળે દેહને મુક્તિ અવનીથી,જે શ્રધ્ધા ભક્તિથી મળી જાય
………એજ સાચી સમજણ છે જીવની,જે સમજદારને સમજાય.

==========================================