સબળ પ્રેમ


.                         .સબળ પ્રેમ

તાઃ૨૩/૧૨/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમની ગંગા વહેતા,જીવનમાં રાહ સાચી મળી જાય
સબળપ્રેમ જીવનમાં મળતા,પવિત્રકર્મ જીવનમાં થઈ જાય
……માયા,મોહને મમતા  છુટતા જીવનમાં,મળેલ દેહને રાહ આપી જાય.
મળેલ પ્રેમ અંતરથી સાચો,જીવનમાં ઉજ્વળતાને આપી જાય
આશીર્વાદની નિર્મળરાહે,જીવને મળેલ દેહથી પાવનકર્મ થાય
આવી આંગણે કૃપા રહે પ્રભુની,જે જીવને સબળપ્રેમ આપીજાય
આધીવ્યાધી નાઆવે જીવનમાં,જ્યાં પવિત્રજીવન જીવી જવાય
……માયા,મોહને મમતા છુટતા જીવનમાં,મળેલ દેહને રાહ આપી જાય.
આજકાલ એ દેહને સ્પર્શે,જે જીવને  દેહ મળતા સમજાઇ જાય
જન્મ મરણએ જીવના સંબંધ,જે કરેલ કર્મના બંધને મેળવાય
અવનીપરનુ આવન જાવન,એજ કર્મથી આંગળી ચીંધી જાય
નિર્મળ જીવન જીવતા અવનીએ,પરમાત્માની કૃપા થઈ જાય
……માયા,મોહને મમતા છુટતા જીવનમાં,મળેલ દેહને રાહ આપી જાય.

============================================

ભક્તિ પ્રીત


.                       .ભક્તિ પ્રીત

તાઃ૨3/૧૨/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેમ માબાપનો સંતાનને,જીવનમાં રાહ સાચી મળી જાય
શ્રધ્ધાની સાચીકેડી પકડી ચાલતા,પવિત્ર ભક્તિપ્રીત થઈજાય
……એ જ માનવતા દેહની અવનીએ,જે સત્કર્મથી જીવન સાચવી જાય.
મળે માનવદેહ અવનીએ જીવને,એ જીવની નિર્મળતા કહેવાય
કુદરતની એ અસીમ  કૃપા કહેવાય,જે જીવને જન્મ મળે દેખાય
અવનીપરનુ આગમન એ છે બંધન,જીવને દેહ મળતા સમજાય
પરમ કૃપા પરમાત્માની થાય,જ્યાં જીવનમાં સાચી ભક્તિ થાય
……એ જ માનવતા દેહની અવનીએ,જે સત્કર્મથી જીવન સાચવી જાય.
કર્મનાબંધન એ દેહનાસંબંધ છે,જે મળેલદેહના બંધનથી દેખાય
જન્મબંધનને સાચવી જીવતા,મળેલદેહ પર વડીલની કૃપાથાય
પવિત્રકર્મની કેડી મળતા જીવને,સાચી ભક્તિની રાહ મળી જાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા, પાવનકર્મે મુક્તિરાહને મેળવાય
……એ જ માનવતા દેહની અવનીએ,જે સત્કર્મથી જીવન સાચવી જાય.

==========================================