વિરપુરવાસી


virbaimata

.                   .  વિરપુરવાસી

તાઃ૨૪/૧૨/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિરપુરવાસી જલારામની ભક્તિ રાહે,પરમાત્મા રાજી થાય
આવી આંગણે જગતપિતા માગણીએ,શ્રધ્ધાને પારખી જાય
……….એ જ જલારામની સાચી ભક્તિ,જે વિરબાઈ સંગે સચવાઈ જાય.
પરમાત્માની કૃપા પામતા,જીવનમાં વિરબાઈનો સંગ થાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા,જીવને  રાહ સાચી મળી જાય
અન્ન્દાનની પવિત્ર રાહે,અનેક જીવોને  ભોજન આપી જાય
ના અપેક્ષા કદી રાખતા,જીવને નિખાલસ પ્રેમ જ મળી જાય
……….એ જ જલારામની સાચી ભક્તિ,જે વિરબાઈ સંગે સચવાઈ જાય.
વિરપુર  ગામની જ્યોત પ્રગટી જગે,સાચી ભક્તિએ મેળવાય
પરમાત્માની માગણી એપરિક્ષા,વિરબાઈના સંસ્કારે સચવાય
જલારામની આંગળી પકડી જીવતા,સાધુની સેવા કરવા જાય
ઝોળીડંડો આપી ભાગતા, ભક્તિરાહે વિરપુરવાસીને વંદનથાય
……….એ જ જલારામની સાચી ભક્તિ,જે વિરબાઈ સંગે સચવાઈ જાય.

==========================================