આવીજાવ


.                      .આવીજાવ

તાઃ૨૫/૧૨/૨૦૧૫             પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી જાવ તમે પ્રેમ લઈને,જે નિખાલસતા આપી જાય
ના મને કોઇ માયા સ્પર્શે,કે ના કોઇ મોહ મને મળી જાય
…………સરળ જીવનની કેડીએ જીવતા,જલાસાંઈની કૃપા થાય.
ભાગંભાગ એ કળીયુગની માયા,જે જીવનને જકડી જાય
મનથીકરેલ માળાપ્રભુની,પરમાત્માનીકૃપા આપી જાય
કરેલ કર્મ એ બંધન જીવના,જે જીવને દેહ મળે સમજાય
અંતરથીકરેલ પ્રેમ છે જીવનો,સાચો સંતોષ  આપી જાય
…………સરળ જીવનની કેડીએ જીવતા,જલાસાંઈની કૃપા થાય.
શ્રધ્ધા રાખી ભક્તિની રાહ પકડતા,પ્રભુની કૃપા મેળવાય
ચોખ્ખુ ઘરનુ આંગણુ રાખતા,આંગણે જલાસાંઇ આવી જાય
મળે જીવને કૃપા સંતની,ના આગળપાછળ કાંઈજઅથડાય
આવીજાય જ્યાં પ્રેમનિખાલસ,આવતીવ્યાધીય ભાગીજાય
…………સરળ જીવનની કેડીએ જીવતા,જલાસાંઈની કૃપા થાય.

*************************************************

સંસારી સીડી


.                    . સંસારી સીડી

તાઃ૨૫/૧૨/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે અવનીએ જીવને,ત્યાં કુટુંબનીકેડી મળી જાય
મળે માબાપનો પ્રેમ જીવને,જ્યાં સંતાન થઈ અવાય
…………એજ અજબલીલા જગતપિતાની,જે કર્મનીકેડીથી બંધાય.
માનવદેહ મળે જીવને અવનીએ,જે સંસારથી બંધાય
જન્મે જન્મના સંબંધ જીવના,દેહ મળે સમજાઈ જાય
આગમન વિદાય સમયનીસીડી,પ્રભુકૃપાએમેળવાય
મૃત્યુ મળતા દેહને કુટુંબથી,સંસારની સીડી છુટી જાય
…………એજ અજબલીલા જગતપિતાની,જે કર્મનીકેડીથી બંધાય.
જીવના બંધન દેહ મળતા,ભાઇ બહેનનો સંબંધ થાય
પતિપત્નીના પ્રેમની પરખ,જ્યાં માબાપ થઈ જવાય
કુટુંબ એ છે કર્મના બંધન,જે દેહને જીવ મળે સમજાય
સાચીભક્તિએ મુક્તિરાહ,જેજીવને બંધનથી છોડીજાય
…………એજ અજબલીલા જગતપિતાની,જે કર્મનીકેડીથી બંધાય.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦