કળીયુગી દુનીયા


.                   . કળીયુગી દુનીયા

તાઃ ૨૮/૧૨/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર છે સમયની સીડી,જેને યુગો યુગ એમ કહેવાય
આજકાલને સમજતા કરોડો વર્ષો,જીવ જકડ જકડાતો જાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.
અવનીને ના ઉંમર અડે,કે ના જન્મ મત્યુ પણ  સ્પર્શી જાય
કુદરતની એતો દ્રષ્ટિ છે,જેને જગતમાં કોઇથી ના અંબાય
સતયુગને જ્યાં વિદાય મળે,ત્યાં કળીયુગ કેડી આવી જાય
કુદરતની કૃપા મેળવવા કળીયુગમાં,નિર્મળ ભક્તિ કરાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.
કળીયુગની દુનીયામાં જીવતા,જીવને ખોટીરાહ મળી જાય
સમજીને જીવનમાં પગલુ ભરતા,તકલીફ તોય અડી જાય
દેખાવનો સંગ જ્યાં મળે જીવને,ત્યાં પ્રભુ કૃપાય દુર  જાય
મોહમાયાએ આફત જીવનમાં,અનંત દુઃખ પણ આપી જાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.

==+++++++++++++++++++++++++++++++++++==

પરમાત્માનો પ્રેમ


jalabapa's birthday

.                    .પરમાત્માનો પ્રેમ

તાઃ૨૭/૧૨/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેમ પરમાત્માનો  જીવને,જ્યાં નિર્મળ ભક્તિ થાય
મોહમાયા દુર મુકીને ભજતા,જીવ પર કૃપા પ્રભુનીથાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.
સરળ જીવનની રાહ મળે જીવને,જ્યાં સાચી ભક્તિ થાય
અંતરથી કરેલ માળા જીવનમાં,શાંન્તિની વર્ષા કરી જાય
મનથી કરેલ વંદન પરમાત્માને,સરળ જીવન આપી જાય
ભક્તિરાહે જીવન જીવતા,અંતે જીવને મુક્તિરાહ દઈ જાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.
આરતી અર્ચન પ્રેમે કરતા,માતાની અસીમકૃપા થઈ જાય
કુળદેવીને અંતરથી વંદન કરતા,સંતાની પ્રેમ મળી જાય
માતાનીઅખંડ આરાધના કરતા,જીવનો જન્મસફળ થાય
અવનીપરના આગમને જીવને,માતાની કૃપા  મળી જાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.

***************************************************‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

પકડ્યો પ્રેમ


.                   . પકડ્યો પ્રેમ

તાઃ૨૭/૧૨/૨૦૧૫             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનમાં પકડ પ્રેમની,અંતે અનુભવથી સમજાય
સાચોપ્રેમ ક્યારે મળ્યો જીવને,ને દેખાવનો ક્યાંરે ભટકાયો
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
વાણી વર્તન  છે પ્રેમની કેડી,જે સમયની સાથે ચાલી જાય
સુખ દુઃખમાં સંગાથ મળે જીવને,ત્યાં કર્મબંધન અડી જાય
અવનીપરના આગમનને સાચવે,નિર્મળ જીવનમળીજાય
કુદરતની જ્યાં કૃપામળે દેહને,જીવથી ભક્તિપ્રેમ મેળવાય
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
કળીયુગના સહવાસે રહેતા,જીવને દેખાવી પ્રેમ મળી જાય
સુખસાગરમાં રહીને જીવતા,અનેકનો સાથ મળ્યો દેખાય
દુઃખની નાની રાહ જીવનેમળતા,મિત્રોજ દુશ્મન થઈ જાય
એજ કળીયુગની કેડી અવનીએ,જે મળતા પ્રેમથી સમજાય
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++

કેડી માનવીની


.                    . કેડી માનવીની

તાઃ૨૭/૧૨/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહની અજબલીલા અવનીપર,વર્તનથી દેખાય
જીવને મળેલ દેહ અવનીએ,કર્મના બંધનથી મેળવાય
……….શીતળતાનો સંગ મળે જીવને,જે સાચી ભક્તિ શ્રધ્ધાએ સહેવાય.
માનવદેહ મળે જીવને,જે માબાપનુ સંતાન છે કહેવાય
બાળપણમાં મળે પ્રેમ જીવને,નિખાલસ જીવન દઈજાય
પવિત્રરાહ મળે માતાથી,સંતાનને ભક્તિરાહ મળી જાય
માનવતાની કેડી મળે પિતાથી,ઉજ્વળ જીવન કરી જાય
……….શીતળતાનો સંગ મળે જીવને,જે સાચી ભક્તિ શ્રધ્ધાએ સહેવાય.
ભણતરએ જીવનનુ ચણતર,જીવનમાં રાહ સાચી દઈ જાય
મનથી સાચીરાહ પકડતા,જીવનમાં સન્માન પણ મળીજાય
માતાએ દીધેલ શ્રધ્ધાએ ભજતા,જલાસાંઇની કૃપા થઈજાય
પકડી નિર્મળ કેડીને જીવનમાં જીવતા,માનવતા મહેંકી જાય
……….શીતળતાનો સંગ મળે જીવને,જે સાચી ભક્તિ શ્રધ્ધાએ સહેવાય.

==========================================