આગમન ૨૦૧૬નુ


.                  .આગમન ૨૦૧૬નુ

 તાઃ૨૮/૧૨/૨૦૧૫             પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને સંબંધ છે ઉંમરથી,જે સમયની સાથે ચાલી જાય
અવનીને અડે છે આવતી કાલ,જે વર્ષોવર્ષથી દેખાય
………..જન્મ મળે ત્યાં જીવન સ્પર્શે,જે ના કોઇથીય પકડાય.
પરમાત્મા એદેહ લીધો અવનીએ,જે ભુતકાળ કહેવાય
જન્મમળે  ત્યાં મૃત્યુસ્પર્શે,ના પ્રભુ રામકૃષ્ણથી છોડાય
અનેક વર્ષો થઈગયા જગતપર,ના કોઇથીય છટકાય
આવતીસાલ એતો આગમન છે,જેને સં.૨૦૧૬ કહેવાય
……….એજ કુદરતની લીલા છે,જે સાચી ભક્તિએજ સમજાય.
થયેલકર્મ એછે ભુતકાળ,ને આવતીકાલની રાહ જોવાય
પગલુભરતા પહેલા સમજી ચાલતા,શાંન્તિ જીવને થાય
સં.૨૦૧૫ એ હવે ભુતકાલ થશે,ને હવે  આવશે સં.૨૦૧૬
આ જ પરમાત્માની રાહ અવનીએ,ના કોઇથીય છટકાય
……….એજ કુદરતની લીલા છે,જે સાચી ભક્તિએજ સમજાય.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

આનંદની લહેર


.                    આનંદની લહેર

 તાઃ૨૮/૧૨/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનનો સંગ મળે,ત્યાં માનવતા મહેંકી જાય
ના અંતરમાં  અપેક્ષા રહે,જ્યાં અભિમાન ઓસરી જાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
માનવ દેહ મળતા જીવને,ધર્મ કર્મને એ સમજાઈ જાય
કર્મબંધન જકડે  છે જીવને,જે  આવન જાવનથી દેખાય
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં પવિત્ર ધર્મરાહ મળીજાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
મળે રાહ જીવને જીવનમાં,જે સાચા સંતથીજ મળી જાય
વિરપુરનાસંસારી સંતજલારામ,ભુખ્યાને ભોજન દઈજાય
અનેક જીવોને અન્ન દેતા,પરમાત્માય આવીને ભાગીજાય
એ સાચી રાહ જીવની, જે કર્મના બંધનથી દેહ છુટી જાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
પશુપક્ષી બંધન જીવના,અવનીએ અનેક દેહ આપી જાય
ના કોઇ આધાર રહે કે,ના  કોઇ જીવનો સંગાથ મળી જાય
સંત સાંઇબાબાએ આંગળી ચીધી,મનુષ્ય થઈ જીવી જાવ
શ્રધ્ધાસબુરીની રાહેજીવતા,નાકોઇ હિન્દુમુસ્લીમ કહેવાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.

######################################