લગની કે લાગણી


.                    .લગની કે લાગણી

તાઃ૨૯/૧૨/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

લગની લાગી પ્રેમની જીવને,ત્યાં અનેક રાહને મેળવાય
સાચીરાહે લગની લાગતા,મનપર શાંન્તિવર્ષા થઈજાય
……….દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.
શ્રધ્ધા રાખીને જીવન જીવતા,જીવને લગની લાગી જાય
સાચો પ્રેમ નિખાલસતા આપે,જે જીવ લગનીએ દોરાય
પાવનકર્મની રાહમળે જીવનમાં,જ્યાં કૃપા પ્રભુનીથાય
માનવતાની મહેંક પ્રસરે,અવનીએ જીવને શાંન્તિથાય
………દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.
પ્રેમનો સંબધ સાચવી ચાલતા,મનથીજ લાગણી થાય
ઉજ્વળતાની રાહ દેવા દેહના,સંબંધ સાચવીને જીવાય
અંતરથી આપેલપ્રેમ જીવનમાં,સાચી લાગણી કહેવાય
દેહમુકતા અવનીથી જીવને,લાગણી સાચીરાહ દઈજાય
………દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.

======================================

.રાહ


.                              . રાહ

તાઃ૨૯/૧૨/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મમરણના બંધન જીવને,કર્મબંધનથી મળી જાય
અવનીપરના આગમને દેહને,અનેક રાહ મળી જાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.
ભક્તિરાહની જ્યોતે  જીવતા,જલાસાંઇની કૃપા થાય
સંસારી જીવનપાવન કરતા,અવનીએ જીવ હરખાય
મળેલ પરમાત્માની જ્યોતે જીવતા,શાંન્તિ મળીજાય
નામાગણીમોહ સ્પર્શે જીવને,જીવનપવિત્રરાહેજીવાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.
પ્રેમની પાવન કેડી મળે,જ્યાં જીવન નિર્મળ થઈ જાય
થાય જીવ પર પ્રભુકૃપા,જ્યાં શ્રધ્ધાએ ભક્તિપુંજા થાય
મળેલ જન્મને સાર્થક કરવા,ભક્તિથી કળીયુગદુર જાય
આવી આંગણે પરમાત્મા રહે,જ્યાં નિખાલસ ભક્તિ થાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.

**************************************************

કઈ જ્યોત


.                    . કઈ જ્યોત

તાઃ૨૯/૧૨/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિ છે જ્યોતની અવનીએ,અનુભવથી સમજાય
કઈ જ્યોત ક્યારે મળે જીવને,જે પ્રભુની કૃપાએજ મેળવાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.
મળે  જ્યોત માબાપના પ્રેમની,ત્યાં મળેલ દેહ સાર્થક થાય
રાહમળે ભણતરની સંતાનને,જીવને લાયકાતે એદોરી જાય
માતાની ચીંધેલ આંગળીએ,સંતાનને ભક્તિ રાહ મળી જાય
ના અપેક્ષાની કોઇ ભાવના રહે,કે નાકોઇ માગણી અડી જાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.
સંગાથીઓનો જ્યાં સાથ મળે,મા સરસ્વતીની કૃપા થઈજાય
કલમની પકડી કેડીએ ચાલતા,અનેક જીવોને પ્રેમ મળી જાય
માન અભિમાનને નેવે મુકતા,મળેલ જન્મ પાવન થઈ જાય
નિર્મળજીવન જીવે અવનીએ,સૌનો નિખાલસપ્રેમ મળીજાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++